મુંબઇ અને દિલ્હી કરતાં અડધી વસ્તી છતાં અમદાવાદમાં કોરોનાથી મોતનો આંકડો સૌથી વધુ
કોરોના વાયરસના સૌથી વધુ કેસ મુંબઇ અને દિલ્હી જેવા મહાનગરોમાં છે અને અહીં દરરોજ મોતનો આંકડો પણ સતત વધી રહ્યો છે પરંતુ અત્યારે બંને શહેરોથી અડધી વસ્તીવાળા અમદાવાદના આંકડા કંઇક અલગ જ કહી રહ્યા છે. દસ લાખની વસ્તીવાળા અમદાવાદમાં કોવિડ-19થી મરનારાઓની સંખ્યા તુલનાત્મક વધુ છે.
50 લાખથી વધુ વસ્તીવાળા નવ શહેરોની તુલનામાં અમદાવાદમાં દર 100 કેસ પર મૃત્યું દર પણ વધુ છે. અમદાવાદમાં દર દસ લાખ લોકે 115 કોરોનાના કારણે મોત થઇ રહ્યા છે, આ આંકડા મુંબઇના 80 મોતથી વધુ છે. એટલા માટે અમદાવાદ કોવિડ-19 થી થનાર મોતના મામલે પ્રથમ સ્થાન ધરાવે છે.
મહાનગરોની વાત કરીએ તો બેંગલુરૂમાં કોરોનાથી થનાર મોતનો આંકડો ઓછો છે અને શહેરો ખૂબ સારું કામ કરી રહ્યા છે. બેંગલુરૂમાં દસ લાખની વસ્તીએ મૃતકોની સંખ્યા ફક્ત એક છે, જે અત્યાર સુધીનો સૌથી ઓછો આંકડો છે. કોઇ જગ્યાએ મૃત્યું દર ઓછો હોવાનો અર્થ છે કે ટેસ્ટિંગ વધુ થઇ રહ્યા છે અને કોરોના કેસ વધુ છે.
અમદાવાદની સીએફઆર (કેસ ફેસિલિટી રેટ) 6.9 છે એટલા માટે કારણે અયોગ્ય રીતે કોરોનાનું ટેસ્ટિંગ થઇ રહ્યું છે અને તેનું કારણ એ છે કે અમદાવાદ જેવા મોતા શહેરોમાં કોરોનાથી વધુ થઇ રહ્યા છે.
વિશેષજ્ઞોનું કહેવું છે કે કોરોના જેવા વાયરસમાં 90 ટકા દર્દીઓ સાજા થવાની આશા છે પરંતુ સાજા થનાર લોકોના ભાગનો સમય વધી શકે છે. એટલા માટે કોરોના વિરૂદ્ધ લડાઇ રિકવરી દરને બતાવવો એક ભ્રામક રીતે હોઇ શકે છે. ભારતમાં ક્રૂના પોઝિટિવ કેસની સંખ્યા 2 લાખ 26 હજારથી વધુ થઇ ગઇ છે. તેમાં એક લાખ 10થી વધુ સક્રિય કેસ છે. દેશમાં એક લાખ નવ હજારથી વધુ લોકો સાજા થયા છે, જ્યાએર છ હજારથી વધુ લોકોના મોત થયા છે.