શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. કોરોના વાયરસ
Written By
Last Modified: મંગળવાર, 5 મે 2020 (11:00 IST)

ગ્રીન ઝોન ધરાવતા જૂનાગઢમાં કોરોનાની એંટ્રી, એક ડોક્ટર સહિત 2 પોઝીટીવ

જૂનાગઢ જિલ્લાના ભેસાણ ગામ ખાતે આજે બે કોરોના પોઝિટિવ કેસ જેમાં  ડોક્ટર અને પટાવાળો એમ બે કેસ પોઝિટિવ નોંધાયા હોવાનું જૂનાગઢ જિલ્લા વિકાસ અધિકારી અજય પ્રકાશે જણાવ્યું હતું. અત્યાર સુધી કોરોનાથી મુક્ત રહેલા અને ગ્રીન ઝોનમાં સમાવિષ્ટ થયેલા જૂનાગઢમાં કોરોનાના બે કેસ સામે આવતા તંત્રમાં દોડધામ મચી ગઇ છે. ભેંસાણ CHC સેન્ટરના ડોક્ટર અને પટાવાળાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
 
આ માહિતી જૂનાગઢ જિલ્લા કલેક્ટરે ટ્વીટ દ્વારા આપી છે અને સત્તાવાર પુષ્ટિ કરી છે. હવે જૂનાગઢ જિલ્લામાં પણ કોરોનાની એન્ટ્રી થઈ ચૂકી છે. ભેંસાણમાં કોરોનાના 2 કેસ નોંધાયા. CHC સેન્ટરના ડોક્ટર અને પટ્ટાવાળાને કોરોના પોઝિટીવ આવ્યો છે જેના કારણે હાલ પુરતું આ CHC સેન્ટર બંધ કરવામાં આવ્યું છે. સુત્રોના હવાલેથી એવી માહિતી  મળી રહી છે કે, બન્ને ભેંસાણના જ કેસ છે. ડોક્ટર ક્વાર્ટરમાં રહે છે અને પટ્ટાવાળો ભેસાણ જિન પ્લોટમાં રહે છે.