ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. કોરોના વાયરસ
Written By
Last Updated : સોમવાર, 27 એપ્રિલ 2020 (08:50 IST)

સવારે દુકાનો ખોલાવી અને બપોરે બંધ, સરકારના બદલાતા નિર્ણયથી લોકોમાં અનેક તર્કવિતર્ક

ગુજરાતમાં આજથી કેટલીક દુકાનો અને કામ ધંધા શરૂ કરવાની છૂટ આપ્યાને 6 કલાકમાં જ સરકારે આ છૂટછાટ પાછી ખેંચી લેતા પ્રજામાં પ્રશ્નાર્થ ઉભો થયો છે કે પાછી ખેંચવાનું કારણ શું છે કેસો વધ્યા કે ભારે ભીડ થવા લાગી હતી. ગુજરાત સરકારએ ગઈકાલે સાંજે જ જાહેરનામું બહાર પાડી કેટલીક ચોક્કસ દુકાનો અને ચોક્કસ વિસ્તારમાંની જ દુકાનો ચાલુ રાખવાનો નિર્ણય લીધો હતો. આજે સવારે 8 વાગે દુકાનો ચાલુ થવા લાગી અને બપોર સુધીમાં તો આ નિર્ણય એકાએક પાછો ખેંચી લેવામાં આવ્યો છે. આ અંગે પ્રજામાં પ્રશ્ન ઉભા થયા છે કે, એવું તે શું થયું કે માત્ર 6 કલાકમાં નિર્ણય પાછો ખેંચી લીધો, પ્રજા પૂછે છે કે, શું ગુજરાતના આ ચાર શહેરોમાં એકાએક કેસો વધી ગયા,? એવું હોય તો સરકારે જાહેર કરવું જોઈએ કે કેસો વધતા છૂટછાટ પાછી ખેંચી લીધી છે. જો એવું ના હોય તો શું સવારથી દુકાનો ખુલતા ભીડ થઈ ગઈ હતી અને ડિસ્ટન્સિંગનું પાલન થતું ન હતું, જો એવુ હોય તો પણ જાહેર કરવું જોઈએ કે લોકો માનતા ન હતા એટલે પાછું ખેંચવું પડ્યું છે નહીં તો દુકાનો ચાલુ થયા પછી લોક ડાઉન ભંગ ના કેશો વધી ગયા હોય તો એ પણ જાહેર કરવું જોઈએ, પ્રજામાં એવો પણ ભય છે કે, લોકડાઉનમાં રહેતી પ્રજા પણ સરકારના બદલાતા નિર્ણયોથી પરેશાન થઈ ગઈ છે.