મંગળવાર, 7 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ઓમિક્રોન વાયરસ
Written By
Last Updated : મંગળવાર, 22 ફેબ્રુઆરી 2022 (08:54 IST)

Omicron BA.2: શુ ચોથી લહેરનુ કારણ બની શકે છે આ સબ-વૈરિએંટ ? વૈજ્ઞાનિકોની ચેતાવણી - ડેલ્ટાના ટક્કરનો આ છે નવો ખતરો

ભારત સહિત વિશ્વના તમામ દેશોમાં ભલે કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટથી સંક્રમણના કેસ ઘટી રહ્યા છે, તેમ છતાં વૈજ્ઞાનિકો તેના સબ વેરિઅન્ટના વધતા જોખમને લઈને વિશેષ સાવચેતી રાખવાની સલાહ આપી રહ્યા છે. કેટલાક અભ્યાસોએ એવો દાવો કર્યો છે કે ઓમિક્રોનનું સબ-વેરિઅન્ટ BA.2, પેરેંટ વેરિઅન્ટ કરતાં અનેકગણું વધુ સક્રમિત હોઈ શકે છે અને તે લોકોને સક્રમણને કારણે ગંભીર બીમારીના જોખમમાં પણ મૂકે છે. આ સંકટને ધ્યાનમાં રાખીને, રોગચાળાના નિષ્ણાતોએ તેને 'વેરિઅન્ટ્સ ઓફ કન્સર્ન'માં અપગ્રેડ કરવાની અપીલ કરી છે.
 
હાલમાં ઓમિક્રોનના સબ વેરિયન્ટ BA.2 એક્ટિવ છે અને તે દેશ-દુનિયામાં કોરોનાની નવી લહેર લાવી શકે છે. ઓમિક્રોના BA.2 સબ-વેરિઅન્ટ અંગે વિવિધ પ્રકારની આશંકા અને અનુમાન છે. એવું કહેવાય છે કે કોરોના વાયરસના નવા વેરિઅન્ટ ઓમિક્રોનનું સબ-વેરિઅન્ટ BA.2 મૂળ વેરિઅન્ટ (BA.1 સબ-વેરિઅન્ટ) કરતાં વધુ ઝડપથી ફેલાશે. આ સબ-વેરિઅન્ટનો ડેલ્ટા પણ ખતરનાક હોવાની આશંકા સેવાઈ રહી છે.
 
 
BA.2 સબ-વેરિયન્ટમા ગંભીર રોગ પેદા કરવાની ક્ષમતા
 
જાણીતા રોગચાળા નિષ્ણાત ડૉ એરિક ફીગલ-ડિંગે ચેતવણી આપી હતી કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)એ BA.2 સબ-વેરિયન્ટને 'વેરિઅન્ટ્સ ઓફ કન્સર્ન' તરીકે જાહેર કર્યો છે અને તે ગંભીર રોગ પેદા કરવાની ક્ષમતા ધરાવે છે. ડૉ. એરિકે એમ પણ કહ્યું કે BA.2 સબ-વેરિઅન્ટ કોરોનાના ડેલ્ટા વેરિઅન્ટ જેટલું જ ખતરનાક બની શકે છે.
 
WHOએ શું કહ્યું?
 
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને જણાવ્યું હતું કે BA.2 સબ-વેરિઅન્ટ અગાઉના પેટા વેરિઅન્ટ કરતાં વધુ ટ્રાન્સમિસિબલ છે, પરંતુ ગંભીર નથી. WHO ના કોવિડ-19 ટેકનિકલ લીડ મારિયા વાન કેરખોવાએ કહ્યું કે બધા પેટા વેરિઅન્ટ્સમાં BA.1 કરતાં Ba.2 વધુ ટ્રાન્સમિસિબલ છે.
 
શા માટે ખરાબ સમાચાર છે, BA.2 ખૂબ ઘાતક
 
સબ-વેરિઅન્ટ BA.2ને સ્ટીલ્થ ઓમિક્રોન તરીકે પણ ઓળખવામાં આવે છે. આ અંગે ત્રણ મહત્વની બાબતો છે જેને જાપાનની ટીમે માન્યતા આપી છે. BA.2 ગંભીર બીમારી પેદા કરવામાં સક્ષમ છે. આ અભ્યાસ પ્રીપ્રિન્ટ રિપોઝીટરી BioRxiv પર પોસ્ટ કરવામાં આવ્યો છે, જો કે, તેની સમીક્ષા કરવાની બાકી છે. સંશોધકોએ કહ્યું કે BA.2 એ ઓમિક્રોન સબવેરિયન્ટ તરીકે જાણીતું છે, પરંતુ તેની જીનોમ સિક્વન્સિંગ BA.1 કરતા નોંધપાત્ર રીતે અલગ છે.