સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. કોરોના વાયરસ
Written By
Last Modified: શુક્રવાર, 13 ઑગસ્ટ 2021 (11:22 IST)

કોવીડ–૧૯ ની સંભવિત ત્રીજી લહેર સામે લડત આપવા આરોગ્ય તંત્ર બન્યું સુસજ્જ, આ જિલ્લો વેક્સીનેશનની કામગીરીમાં સૌથી આગળ

વડોદરા જિલ્લામાં વેકસીનેશનની કામગીરી પૂર ઝડપે ચાલી રહી છે. વડોદરા જિલ્લો ગુજરાત રાજયના ૩૩ જિલ્લામાંથી વેકસીનેશનની કામગીરીમાં અગ્રતા ક્રમે છે. જિલ્લામાં રસીકરણ માટે કોવિડ વેકસીનના ૭,૭૪,૧૨૪ નાગરિકોને પહેલો ડોઝ આપવામાં આવ્યા છે. જિલ્લામાં ૧,૮૯,૪૪૪ નાગરિકોને રસીના બંને ડોઝ આપવામાં આવ્યા છે. આમ, પ્રથમ અને બીજો ડોઝ મળીને કુલ ૯.૬૩ લાખ નાગરિકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. વડોદરા જિલ્લાના ૪૩ ગામોમાં ૧૦૦ ટકા કોવિડ વેકસીનની કામગીરી થઈ છે.
વડોદરા તાલુકાના ૨૬ ગામો , કરજણના ૭ ગામો, વાઘોડિયાના ૬ ગામ, સાવલીના ૨ ગામો, પાદરા અને ડેસર તાલુકાના એક એક ગામમાં ૧૦૦ ટકા ઉપરાંત કોવિડ રસીકરણની કામગીરી થઇ છે. વડોદરા જિલ્લામાં આજ દિન સુધીમાં કુલ ૫,૪૫,૩૩૯ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે.
 
અત્યાર સુધી ૯૯ ટકાના દરથી ૨૦,૫૪૨ દર્દીઓ કોરોનાથી સાજા થઈને ઘરે પરત ગયા છે. હેલ્થ કેર વર્કરના પહેલા ડોઝના લક્ષાંકની સામે ૧૦૦ ટકા કામગીરી થઇ છે. હેલ્થ કેર વર્કરના બીજા ડોઝના લક્ષાંકની સામે ૭૬ ટકા કામગીરી થઇ છે. 
 
જિલ્લામાં ફ્રન્ટ લાઈન વર્કરના પહેલા ડોઝના લક્ષાંકની સામે ૧૦૦ ટકા કામગીરી થઇ છે. ફ્રન્ટ લાઈન વર્કરના બીજા ડોઝના લક્ષાંકની સામે પ૭ ટકા કામગીરી થઇ છે. 
વડોદરા જિલ્લામાં તા.૨૯-૦૭-૨૦૨૧ અને તા.૩૦-૦૭-૨૦૨૧ના રોજ કોવીડ સિરો સર્વેલન્સ અંતર્ગત ૫૦ કલસ્ટરર્સમાંથી ૧,૮૦૦ સેમ્પલ લેવામાં આવ્યા છે અને બરોડા સરકારી મેડિકલ કોલેજની માઈક્રોબાયોલોજી લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલવામાં આવ્યા છે.
 
વડોદરા જિલ્લામાં સેકન્ડ વેવ દરમિયાન ૧૦ કોવીડ કેર સેન્ટર મારફત પ,૦૦૦ જેટલા દર્દીઓને સારવાર આપવામાં આવી હતી. ગ્રામ્યકક્ષાએ વહીવટી તંત્રની મદદથી પ૦૦ ઉપરાંત કોમ્યુનીટી કોવીડ કેર સેન્ટર બનાવી તેના મારફતે ૨,૫૦૦ જેટલા દર્દીઓને આ સેન્ટરમાં સારવાર આપવામાં આવી છે.
 
સંભવિત થર્ડ વેવની તૈયારીના ભાગરૂપે જિલ્લાના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર બે થી વધુ ઓક્સિજન કોન્સેન્ટેટર રાખવામાં આવ્યા છે. જેથી જરૂરિયાતમંદ દર્દીને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કક્ષાએ ઓક્સિજનથી સારવાર આપી શકાય. જિલ્લાનાં તમામ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ઓક્સિજન PSA પ્લાન્ટ ઓક્સિજન લાઈન સાથે કાર્યરત કરવામાં આવ્યા છે.
 
રાજય સરકાર અને દાતાઓ તરફથી ત્રીજી લહેરની તૈયારી રૂપે આ કામગીરી કરવામાં આવી છે. થર્ડવેવને ધ્યાને રાખી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને સબસેન્ટરનાં તમામ ડોકટર સહિત કર્મચારીઓને જુદાં-જુદાં સ્થળે તાલીમ આપવામાં આવી રહી છે જેથી થર્ડ વેવમાં જરૂરિયાતમંદ દર્દીઓને ગ્રામ્યસ્તરે સેવાઓ મળી રહેશે.