શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. કોરોના વાયરસ
Written By
Last Updated : રવિવાર, 7 જૂન 2020 (20:12 IST)

સ્કૂલો અને કોલેજે 15મી ઓગસ્ટ બાદ જ ખૂલશે

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના
નવા કેસની સંખ્યા 480
રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો 20097
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં લોકોનાં મૃત્યુ 30
રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 319
 ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા
13643 સુધી પહોંચી ગઈ છે. 
કોરોના મહામારીના લીધે 2 થી વધુ મહીનાથી શૈક્ષણિક કાર્ય બંધ છે. ઉનાળા વેકેશન બાદ ફરી કયારે સ્કૂલ શરૂ થશે. આ ચર્ચાઓની વચ્ચે આજે મોટી જાહેરાત થઇ. માનવ સંસાધન વિકાસમંત્રી રમેશ નિશંક પોખરિયાલે કહ્યું કે સ્કૂલો અને કોલેજે ઓગસ્ટ 2020 બાદ જ ખૂલશે. બની શકે કે 15મી ઓગસ્ટ 2020 બાદ શૈક્ષણિક સંસ્થાન ખોલવામાં આવે. 
 
આપને જણાવી દઇએ કે આ સંબંધમાં દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ એચઆરડી મંત્રી ડ.રમેશ પોખરિયાલ નિશંકને ફરીથી શાળાઓ ખોલવાની યોજના પર પત્ર લખ્યો હતો. આ વાતની માહિતી તેમણે ગઇકાલે ટ્વીટના માધ્યમથી આપી હતી.