1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. કોરોના વાયરસ
Written By
Last Modified: બુધવાર, 22 એપ્રિલ 2020 (16:30 IST)

સુરતમાં કોરોના પોઝિટિવ કુલ 12 દર્દીઓમાંથી સાત મહિલાઓના મોત નીપજ્યાં

surat news corona death
કોરોના વાઈરસના પગલે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચી ગયો છે. રોજે રોજ પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધવાની સાથે પોઝિટિવ દર્દીઓની સંખ્યા પણ વધી રહી છે. ત્યારે સુરતમાં પોઝિટિવ દર્દીઓમાં ઉત્તરોતર વધારો થઈ રહ્યો છે. જેમાં મહિલાઓ કરતાં પુરૂષોમાં કોરોના વધુ જોવા મળી રહ્યો છે. જો કે, કોરોના પોઝિટિવ પુરૂષોની સંખ્યા વધુ હોવા છતાં પણ મહિલા દર્દીઓના મોત વધુ નીપજી રહ્યાં છે. સુરતમાં કુલ 12 વ્યક્તિઓના મોત નીપજ્યાં છે. જેમાંથી સાત મહિલાઓનો અને પાંચ પુરૂષોનો સમાવેશ થાય છે.
કોરોના ચેપનો ખતરો સમગ્ર વિશ્વમાં પુરૂષોમાં વધુ છે. આ જ પેટર્ન પ્રમાણે સુરતમાં પણ સુરતમાં દર 10 કેસમાં 6 પુરૂષોનો સમાવેશ થાય છે. જ્યારે મહિલાઓ પોઝિટિવ દર્દીઓની સંખ્યા ઓછી જોવા મળે છે. પુરૂષો જાહેરમાં ફરતાં વધુ હોવાથી ચેપ વધુ લાગતો હોય તેવું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે.
સમગ્ર વિશ્વમાં કોરોનાના કારણે મહિલાઓ કરતાં પુરૂષોના મોત વધુ થયા છે. જો કે, આ બાબતે સુરતમાં અલગ બાબત સામે આવી છે. કુલ 12 મૃતકોમાંથી મહિલાઓના મોત વધુ થયા છે. પાંચ જ પુરૂષોના મોત સુરતમાં થયા છે. જેથી 41.66 ટકા મોતનો રેશીયો પુરૂષોનો છે. જ્યારે 59 ટકા કરતા વધુ મહિલાઓના મોત થયાનું સુરતમાં સામે આવ્યું છે