કોરોના - સરકારી રેકોર્ડમાં મોતના આંકડા લગભગ 3 લાખ, ન્યૂયોર્ક ટાઈમ્સનો દાવો અસલમા મોત 42 લાખથી વધુ  
                                       
                  
				  				   
				   
                  				  કોરોનાથી ભારતમાં થઈ રહેલ મોત પર સતત સવાલ ઉભા થઈ રહ્યા છે. સરકારના જે આંકડા છે તેને સતત ખોટા ઠેરવાય રહ્યા છે. સ્મસહાન ઘાટ અને નદીઓની તસ્વીર જોવામાં આવે તો સરકારનો ડેટા ખોટો જ લાગે છે. પણ આ મામલે પીએમ મોદીની ત્યારે વધુ મજાક બની જ્યારે અમેરિકાના ન્યૂયોર્ક ટાઈમ્સ જેવા છાપાએ કોરોના મોતના સરકારી આંકડાને ખોટા સાબિત કર્યા. 
				  										
							
																							
									  
	 
	ન્યૂયોર્ક ટાઈમ્સની 25 મેના રોજ પ્રકાશિત ન્યુઝ, Just How Big Could India's True Covid Toll Be ? મા બતાવ્યુ છે કે જે આંકડા સરકારના ડેટા કહે છે કે કોવિડથી ભારતમા6 મરનારા લોકોની સંખ્યા 3.07 લાખ છે. જયારે કે ન્યૂયોર્ક ટાઈમ્સ ના મુજબ આ આંકડો 14 ગણો વધુ છે. એટલે કે ભારતમાં અત્યાર સુધી 42 લાખ લોકો સંક્રમણથી મોતના મોઢામાં સમાય ચુયા છે. છાપાએ દાવો કર્યો છ એકે આ આંકડો ત્રણ નેશનલ સીરો સર્વેના અભ્યાસ ઉપરાંત ડઝનભર એક્સપર્ટના વિચાર પર તૈયાર કર્યો છે. 
				  
	 
	છાપાનુ કહેવુ છે કે ભારતમાં ન તો ટેસ્ટિંગ ઠીક રીતે થઈ રહી છે અને ન તો દર્દીઓ કે મોત નો રેકોર્ડ ઠીક રીતે રાખવામાં આવી રહ્યો ક હહે. આવામાં યોગ્ય આંકડાનુ અનુમાન લગાવવુ મુશ્કેલ છે.  પણ જે તસ્વીર દેખાય રહી છે તેમા હોસ્પિટલ ફુલ છે. કોરોનાના ઘણા દર્દી ઘરમાં જ દમ તોડી રહ્યા છે. ગામમાં થનારી મોત પણ સરકારી રેકોર્ડમાં સામેલ થઈ રહી નથી.  જેમા લેબમાં કોવિડ દરદીઓના મોતના કારણોની તપાસ થઈ શકતી હતી તે ઠપ પડી છે. 
				  																			
						
						 
							
 
							 
																																					
									  
	 
	રિપોર્ટમાં કહ્યુ છ એકે ભારતમાં સામાન્ય દિવસોમાં પાંચમાંથી ચાર મોતના કારણોની તપાસ નથી કરવામાં આવતી. વર્તમાન પરિસ્થિતિ પર છાપાનુ કહેવુ છે કે જે અભ્યાસ કરવામાં આવ્યો છે તેને જોઈને લાગે છે કે અડધુ ભારત કોરોનાના ચપેટમાં છે. પણ સરકાર આ હકીકતથી ભાગી રહી છે. જેનાથી સ્થિતિ વધુ બગડતી જઈ રહી છે. 
				  																		
											
									  
	 
	છાપા મુજબ જો સીરો સર્વે કરાવવામાં આવ્યો તેમા પ્રથમ ગયા વર્ષે 11 મે અને 4 જૂન વચ્ચે કરવામાં આવ્યો. જેમા જોયુ કે 64.69 લાખ લોકોમાં એંટીબોડીઝ હતઈ. બીજો સર્વે 18 ઓગસ્ટ અને 20 સપ્ટેમ્બરે કરાવ્યો અને ત્રીજો 18 ડિસેમ્બર અને 6 જાન્યુઆરીની વચ્ચે કરાવ્યો.