મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. કોરોના વાયરસ
Written By
Last Modified: મંગળવાર, 26 મે 2020 (08:30 IST)

શું કોરોના અમેરિકાને બરબાદ કરી નાખશે ? અત્યાર સુધીમાં લગભગ એક લાખ લોકોના મોત

અમેરિકામાં કોરોનાથી થયેલા મોતની સંખ્યા લગભગ એક લાખ સુધી પહોંચી ગઈ છે. જો કે, આને ધ્યાનમાં લીધા વિના, દેશના તમામ 50 શહેરોમાં લોકડાઉનમાં છુટછાટ  જાહેર કરી છે. અમેરિકન શોધકર્તાઓએ ચેતવણી આપી છે કે જો કોરોનાની કોઈ રસી ન શોધાઈ અને  સંક્રમણ આ રીતે વધતુ જ રહેશે.તો દેશમાં 50 થી 60 લાખ લોકો આ મહામારીના ચપેટમાં આવી જશે. આ સાથે જ મોતનો આંકડો 2024 સુધીમાં 14 લાખ સુધી પહોંચી શકે છે.
 
ન્યુયોર્કમાં સૌથી વધુ તબાહી - અમેરિકામાં સૌથી વધુ તબાહી ન્યુયોર્કમાં જોવા મળી રહી છે.  જ્યાં દેશના કુલ સંક્રમણના 22% કેસ છે, પરંતુ 30,000 જેટલા મોત થયા છે. ન્યુ યોર્કમાં જ સંયુક્ત રાષ્ટ્રની વિશ્વની મોટી કંપનીઓ અને દેશોના દૂતાવાસો છે. ન્યુ યોર્ક, ન્યુ જર્સી, કેલિફોર્નિયા, અને ઇલિનોયસ અને મેસાચ્યુસેટ્સ મળીને કુલ  પાંચ રાજ્યોમાં 55,000 લોકો માર્યા ગયા.
 
છ દાયકાનો સૌથી મોટો વિનાશ: બે મહિનાના સખત લોકડાઉન છતાં, યુ.એસ. માં મૃત્યુઆંક 100,000 સુધી પહોંચી ગયો છે. આ પહેલા 1957 માં ફ્લૂથી એક લાખ 16 હજાર લોકો માર્યા ગયા હતા અને 1968 માં એક લાખ લોકોનાં મોત નીપજ્યાં હતાં. પરંતુ આ આંકડો પણ ટૂંક સમયમાં જ પાર થઈ જશે એવી સંભાવના છે. પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન ફ્લુને કારણે 6 લાખ 75 હજાર અમેરિકનોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.
 
અમેરિકનો વધતા ચેપથી લાપરવાહ : બીજી તરફ, મૃત્યુ અને ચેપના વધતા જતા કેસોથી અજાણ એવા અમેરિકનો દરિયાકિનારા પર સનબાથ કરતા, બોટમાં ફિશિંગ કરતા અને તરતા જોવા મળ્યા. ફ્લોરિડા, ન્યુ યોર્ક અને અન્ય દરિયાકાંઠાના વિસ્તારોમાંથી હજારો લોકો બીચ પર એકઠા થયા. પુલ અને ક્લબમાં પાર્ટી કરતા લોકોના વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે. અમેરિકા દ્વારા લડવામાં આવેલા યુદ્ધમાં માર્યા ગયેલા સૈનિકોના સ્મરણાર્થે લોકો મેમોરિયલ ડે પર પણ રસ્તાઓ પર એકઠા થયા હતા.