રવિવાર, 5 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. કોરોના વાયરસ
Written By
Last Modified: શનિવાર, 18 જુલાઈ 2020 (09:41 IST)

ગુજરાતમાં કોરોનાના કેસ વધતા પાન-મસાલા અને ચા ની દુકાનો રહેશે બંધ

ગુજરાતમાં કોરોનાના કેસ છેલ્લા કેટલાક દિવસથી રોજ 900ની ઉપર આવી રહ્યા છે. જેને ધ્યાનમાં લઈને કેટલાક કડક પગલા લેવામાં આવી રહ્યા છે. કોરોનાના સંક્રમણને અટકાવવા માટે હવે ગુજરાત પાન-મમાલા શોપ ઓનર્સ એસોસિયેશને મહત્વની નિર્ણય લીધો છે. હવેથી પાન પાર્લર પર માત્ર પાર્સલ જ મળશે. દુકાનો પર હવેથી પાન-મસાલા કે ફાંકી બનાવી આપવામાં આવશે નહીં. 
 
અમરેલી જિલ્લા ક્લેક્ટરનું જાહેરનામામાં કહેવામાં આવ્યું છે કે, ચા અને પાન-મસાલાના વેચાણ પર પ્રતિબંધ રખાશે. 20થી 25 જૂલાઈ સુધી અમરેલીમાં ચા-પાનના ગલ્લા પર પ્રતિબંધ લાગુ કરાયો.  આ અંગે વધુ વાત કરતા જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે અમરેલી જિલ્લામાં કોરોના સંક્રમણના કેસોમાં વધારો થઈ રહ્યો છે. આ સંક્રમણને નિયંત્રણમાં લેવા વહીવટી તંત્ર દ્વારા તારીખ 20થી 25 જુલાઈ સુધી ચા-નાસ્તાની લારી અને પાન-ગલ્લા બંધ કરાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, અમરેલી જિલ્લામાં કોરોના પોઝીટીવના 206 કેસ નોંધાયા છે.
 
કેટલાક વેપારીઓને આરોગ્ય વિભાગ દ્વારા હેલ્થ કાર્ડ આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ હેલ્થ કાર્ડની 14 દિવસની માન્યતા હશે. આ કાર્ડની અવધિ પૂર્ણ થયા બાદ ફરી રીન્યુ કરાવવાનું રહેશે. આ સંપૂર્ણ કામગીરી તાજેતરમાં લોકર્પણ કરવામાં આવેલા નવા જિલ્લા પંચાયત ભવનના પ્રથમ માળે કરવામાં આવશે.  
 
જામનગર અને ધ્રોલમાં પણ આવતીકાલથી જ ચા-પાનની હોટેલ ઉપર પ્રતિબંધ રાખવામાં આવ્યો છે. 26 જુલાઈ સુધી પ્રતિબંધ લાદ્યો છે. કોરોના સંક્રમણ વધતા કલેક્ટર દ્વારા આ નિર્ણય લેવાયો છે.