પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં ક્રિકેટ મેચ દરમિયાન સ્ટેડિયમમાં વિસ્ફોટ, એક વ્યક્તિનું મોત, અનેક ઘાયલ
પાકિસ્તાનના ઉત્તરપશ્ચિમ ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં ક્રિકેટ મેચ દરમિયાન સ્ટેડિયમમાં થયેલા વિસ્ફોટમાં એક વ્યક્તિનું મોત થયું હતું અને અનેક લોકો ઘાયલ થયા હતા. આ વિસ્ફોટ બાજૌર જિલ્લાના ખાર તહસીલમાં આવેલા કૌસર ક્રિકેટ ગ્રાઉન્ડમાં થયો હતો. બાજૌર જિલ્લા પોલીસ અધિકારી વકાસ રફીકે પુષ્ટિ આપી છે કે વિસ્ફોટ IED દ્વારા કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યું, "આ એક ટારગેટેડ હુમલો હોય તેવું લાગે છે."