સોમવાર, 27 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: બુધવાર, 14 ફેબ્રુઆરી 2018 (11:20 IST)

ડબલ ખુશખબર.. 5th ODI જીતતા જ ટીમ ઈંડિયાએ દ. આફ્રિકા પાસેથી છીનવ્યો નંબર 1નો તાજ

ભારતે દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ છ મેચોની શ્રેણીની પાંચમી વનડે 73 રનથી જીતી લીધી. ત્યારબાદ જ ટીમ ઈંડિયાએ શ્રેણી પોતાના નામે કરી લીધી અને વનડે રૈકિંગમાં પણ નંબર 1 બની ગઈ.  વિરાટ કોહલની કપ્તાનીવાળી ટીમ ટેસ્ટ પછી હવે વનડેમાં પણ નંબર 1 બની ગઈ છે. વનડે શ્રેણીમાં ટીમ ઈંડિયા 4-1થી આગળ છે. શ્રેણી પહેલા જ કહેવામાં આવ્યુ હતુ કે શ્રેણીના ચાર મેચ જીતતા જ ટીમ ઈંડિયા નંબર 1 બની જશે. 
વનડે રૈકિંગમાં ભારત 7426 પોઈંટ્સ અને 122 રેટિંગની સાથે નંબર 1 ટીમ બની. દક્ષિણ આફ્રિકા બીજા પગથિયે સરકી ગઈ. આ જીત પછી દક્ષિણ આફ્રિકાના 6839 પોઈંટ્સ નએ 116 રેટિંગ થઈ ગઈ છે. બીજી બાજુ ઈગ્લેંડ 115 રેટિંગ સાથે ત્રીજા નંબર પર છે. ભારતે શ્રેણી પહેલા ત્રણ મેચ જીત્યા અને ચોથી મેચમાં હારનો સમનો કરવો પડ્યો હતો. 
શ્રેણીની પાંચમી વનડે જીતીને ટીમ ઈંડિયાએ શ્રેણી પણ પોતાને નામે કરી અને દક્ષિણ આફ્રિકને નંબર 1 ની ખુરશી છીનવી લીધી. બીજી બાજુ ટેસ્ટમાં વિરાટ એંડ કંપની 121 રેટિંગ પોઈંટ સાથે નંબર 1 બની ગઈ ક હ્હે. બીજા નંબર પર દક્ષિણ આફ્રિકા છે જેના 115 રેટિંગ પોઈંટ્સ છે.