સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 14 જાન્યુઆરી 2021 (08:05 IST)

વિરાટ-અનુષ્કાની પુત્રીના જન્મ પર અમૂલે આપી અનોખા અંદાજમાં શુભેચ્છા, લોકો બોલ્યા બબીતા ફોગાટ કેમ નહી

ડેરી પ્રોડક્ટ્સ કંપની અમૂલે અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીની પુત્રીના જન્મની પોતાના અંદાજમાં શુભેચ્છા પાઠવી છે. મોટેભાગે કોઈપણ ઘટના અથવા સમાચારો પર અલગ અલગ રીતે ગ્રાફિક તૈયાર કરનારા અમૂલે આ વખતે વિરુષ્કાને અનોખા અંદાજમાં શુભેચ્છા આપી છે. અમૂલ ઈંડિયાના ઈંસ્ટાગ્રામ એકાઉંટ પર એનિમેટેડ ગ્રાફિક શેયર કરવામાં આવ્યો છે.  જેમા વિરાટ અને અનુષ્કા બાળકીની કેયર કરતા જોવા મળી રહ્યા છે. બાળકીને  ટ્રોફીમાં બતાવવામાં આવી છે. એટલું જ નહીં, આ ગ્રાફિકની સાથે સંદેશ પણ લખે છે, 'આ ડિલીવરી પર બોલ્ડ.' આ સાથે જ અમૂલના આ ગ્રાફિકનું  કેપ્શન લખ્યું છે, 'અનુષ્કા અને વિરાટના ઘરે દીકરીનો જન્મ.' અમૂલ ઈંડિયાની આ પોસ્ટને લોકોએ ખૂબ પસંદ કરી છે.
 
અમૂલ ઈંડિયાની આ પોસ્ટ પર યુઝર્સે ટિપ્પણી પણ કરી છે. ઘણા લોકોએ અમૂલ ભારતની આ રચનાત્મકતાની પ્રશંસા કરી છે. સાથે જ  કેટલાક લોકોએ અમૂલ ઈંડિયા પર પક્ષપાત કરવાનો આરોપ લગાવ્યો અને પૂછ્યું કે તે વિરાટ કોહલી અને અનુષ્કા જેવી સેલીબ્રિટીઓ પર જ કેમ એનિમેશન બનાવે છે. કેટલાક લોકોએ સવાલ ઉઠાવ્યો હતો કે રેસલર બબીતા ​​ફોગાટે પણ એક બાળકને જન્મ આપ્યો છે, તેમને માટે કેમ કોઈ પોસ્ટ કર્યુ  નથી. એક યુઝરે લખ્યું, 'એવું લાગે છે કે ભારતને રાષ્ટ્રીય બાળક મળી ગયું છે. આખરે આપણે આ એક જ બેબી માટે કેમ ઉત્સાહિત છીએ, જ્યારે કે અમારી રેસલર બબીતા ​​ફોગાટે પણ એક બાળકને જન્મ આપ્યો છે. અહીં કોઈ પોસ્ટ્સ નથી, કોઈ મીડિયા કવરેજ નથી, અથવા કોઈ ટિપ્પણીઓ નથી.
 
કેટલાક યુઝર્સે અમૂલ ભારતના એનિમેશન પર મજાકમાં કહ્યું છે કે વિરાટ કોહલીનું એનિમેશન ઠીક નથી અને તે વિરાટ કરતાં કેએલ રાહુલ જેવો લાગે છે. ઉલ્લેખનીય છે કે અભિનેત્રી અનુષ્કા શર્માએ સોમવારે બપોરે દીકરીને જન્મ આપ્યો હતો. વિરાટ કોહલીએ સોશિયલ મીડિયા દ્વારા તેના ફેંસને આ માહિતી આપી હતી.
 
વિરાટ કોહલીએ લખ્યું કે, 'આજે બપોરે અમારી અહીં એક પુત્રીનો જન્મ થયો છે. અનુષ્કા અને પુત્રી બંને એકદમ સ્વસ્થ છે. જીવનના આ નવા અધ્યાયનો અનુભવ કરવાની તક મળતાં અમને ખૂબ આનંદ થાય છે. આશા છે કે આ પ્રસંગે, તમે અમારા દ્વારા જરૂરી ગોપનીયતાને માન આપશો. આ સિવાય બુધવારે વિરાટ અને અનુષ્કા દ્વારા ફોટોગ્રાફરોને એક ગિફ્ટ હેમ્પર મોકલવામાં આવી છે, જેમાં એક બાળકીની તસવીરો ન લેવાની વિનંતી કરતો પત્ર પણ હતો.