બુધવાર, 8 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: બુધવાર, 14 જૂન 2017 (15:52 IST)

Champions Trophy 2017: સેમીફાઈનલ પહેલા બાંગ્લાદેશી ફેંસની ડર્ટી ગેમ, વાયરલ કરી રહ્યા છે આ ફોટો

ભારત અને બાંગ્લાદેશ આવતીકાલે (15જૂન)ના રોજ ચેમ્પિયંસ ટ્રોફીની બીજી સેમીફાઈનલ રમશે.  આ પહેલા બાંગ્લાદેશના ક્રિકેટ ફેંસ દ્વારા સોશિયલ મીડિયામાં એક ફોટો નાખવામાં આવ્યો છે.  ફોટોમાં ભારતના ઝંડાનું અપમાન કરવામાં આવ્યુ છે.  બાંગ્લાદેશની ટીમને ટાઈગરના નામથી પણ ઓળખવામાં આવે છે. અહી સુધી કે તેમના ફેસબુક પેજનુ નામ પણ બાંગ્લાદેશ ક્રિકેટ - ધ ટાઈગર્સ છે.  બાંગ્લાદેશના એક ક્રિકેટ ફેન દ્વારા નાખવામાં આવેલી ફોટોમાં એક કૂતરા પર ભારતનો ઝંડો લગાવી રાખ્યો છે અને એક ટાઈગર પર બાંગ્લાદેશનો ઝંડો લગાવી રાખ્યો છે.  આ સાથે જ સ્થાનીક ભાષામાં લખ્યુ છે કે એક ખૂબ જ ગ્રેટ મેચ થવા જઈ રહી છે.  
 
ફોટોમાં કૂતરાને ટાઈગરની આગળ દોડીને છલાંગ લગાવતો બતાવ્યો છે. બીજી બાજુ ટાઈગરને પણ કૂતરની પાછળથી છલાંગ લગાવીને કૂતરાની આગળ કૂદવાની કોશિશ કરતો બતાવ્યો છે.  આવુ પહેલીવાર નથી જ્યારે બાંગ્લાદેશના ક્રિકેટ ફેંસે ભારતનુ અપમાન કર્યુ છે. 
 
જૂન 2015માં ત્રણ મેચોની વનડે સીરિઝ દરમિયાન એક બાંગ્લાદેશી છાપાએ એક ફર્જી કટરની જાહેરાત છાપી હ અતી. તેમા મુસ્તફિજુર રહેમાન પોતાના ઉલ્ટા હાથમાં કટર લઈને ઉભા હતા અને તેમની નીચે એમએસ ધોની, વિરાટ કોહલી, શિખર ધવન, અજિક્ય રહાણે, રોહિત શર્મા, આર. અશ્વિન અને રવિચંદ્રન જડેજા ઉભા રહેતા હતા. આ બધાના માથા અડધા મુંડાયેલા ફોટોમાં બતાવ્યા હતા.  ભારતીય ટીમ પ્રત્યેની આલોચના આટલેથી જ થંભી નથી.  ભારત અને બાંગ્લાદેશ ગયા વર્ષે એશિયા કપના ફાઈનલમાં સામેલ હતા.  એ સમયે પણ સોશિયલ મીડિયામાં એક ફોટો વાયરલ થયો હતો. આ ફોટોમાં મહેન્દ્ર સિંહ ધોનીનુ માથુ તાસ્કિન અહમદના હાથમાં બતાવ્યુ હતુ .  આ મેચમાં ભારતે બાંગ્લાદેશને હરાવી દીધુ હતુ. 
 
ઉલ્લેખનીય છે કે ભારત અને બાંગ્લાદેશની વચ્ચે બીજી સેમીફાઈનલ મેચ બર્મિધમના એજબેસ્ટન મેદાન પર 15 જૂનના રોજ રમાશે.  જો શ્રીલંકા વિરુદ્ધ મેચને છોડી દો તો અત્યાર સુધી ભારત માટે આ ટૂર્નામેંટ શાનદાર રહ્યો છે. વર્તમાન ચેમ્પિયન ટીમે પાકિસ્તાન અને દ. આફ્રિકા જેવી ટીમો હરાવી છે. છતા પણ ભારત બાંગ્લાદેશને કમજોર ટીમ સમજીને નહી રમે.