મંગળવાર, 7 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 17 ફેબ્રુઆરી 2023 (11:22 IST)

Chetan Sharma Resigned: ચેતન શર્માએ BCCI ના ચીફ પદ પરથી આપ્યુ રાજીનામુ, જય શાહે સ્વીકાર્યુ

chetan sharma
Chetan Sharma Resigned: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ને માટે શુક્રવાર 17 ફેબ્રુઆરી 2023ની સવ્વારે એક મોટા સમાચાર સામે આવ્યા છે. બોર્ડના ચીફ સેલેક્ટર ચેતન શર્મા તાજેતરમાં જ એક સ્ટિંગ ઓપરેશન વાયરલ થયો હતો. આ વીડિયોમાં તેઓ અનેક રહસ્ય ખોલતા જોવા મળી રહ્યા હતા. હવે તેમણે પોતાન અપદ પરથી રાજીનામુ આપી દીધુ છે. જેની માહિતી એએનઆઈના માધ્યમથી સામે આવી છે.  એવુ પણ બતાવાયુ છે કે બીસીસીઆઈના સચિવ જય શાહે તેમનુ રાજીનામુ સ્વીકારી લીધુ છે. 

 
ચેતન શર્માનો એક સિલેક્ટરના રૂપમાં પ્રથમ  કાર્યકાળ ખતમ થઈ ગયો હતો. ત્યારબાદ તેમની બીજા કાર્યકાળ માટે પણ ચીફ સિલેક્ટરના રૂપમાં નિમણૂક કરવામાં આવી હતી. તેમની નિમણૂકને બે મહિનનઓ સમય પણ થયો નથી અને હવે તેમણે રાજીનામુ આપી દીધુ છે. સામે આવેલી રિપોર્ટ્સમા આ વાતની જાણ થઈ છે કે બીસીસીઆઈ ચેતન શર્માને પોતાના પક્ષમાં રાખવા માટે સમજાવવાની તક આપવા માંગતી હતી પણ શર્માએ પોતાનુ રાજીનામુ સીધુ જય શાહને મોકલ્યુ. શાહે પણ તેનો તત્કાલ સ્વીકાર કરી લીધો છે.