ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Updated :નવી દિલ્હી. , શનિવાર, 10 જુલાઈ 2021 (15:05 IST)

Breaking: હરભજન સિંહ બીજીવાર બન્યા પિતા, ગીતા બસરાએ આપ્યો પુત્રને જન્મ

ભારતીય ક્રિકેટર હરભજન સિંહ બીજીવાર પિતા બની ગયા છે. તેમની પત્ની ગીતા બસરાએ પુત્રને જન્મ આપ્યો છે હરભજન સિંહએ ઈસ્ટાગ્રામ દ્વારા શનિવારે ફેંસને આ ખુશખબર આપી. ભજ્જીએ જણાવ્યુ કે તેમની પત્ની અને પુત્ર બંને સ્વસ્થ છે. માર્ચમાં આ કપલે જણાવ્યુ હતુ કે  જુલાઈમાં તેમના ઘરે નાનકડો મહેમાન આવશે.. ભારતીય ઓપનર શિખર ધવન સહિત અનેક ક્રિકેટર્સે હરભજનને બીજીવાર પિતા બનવા પર શુભેચ્છા આપી છે, 
હરભજન અને ગીતાના સંબંધોની વાત કરીએ તો બંનેયે લાંબા સમય સુધી એકબીજાને ડેટ કર્યા બાદ 29 ઓક્ટોબર 2015ના રોજ લગ્ન કર્યા હતા. આ કપલની એક પાંચ વર્ષની પુત્રી હિનાયા પણ છે.