1. ગુજરાતી ન્યુઝ
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: બુધવાર, 9 ઑગસ્ટ 2023 (14:52 IST)

હાર્દિક પંડ્યાએ જીત છતા આપ્યુ વિચિત્ર નિવેદન, અંતિમ બોલમાં કેપ્ટના વ્યવ્હાર પર ફેંસ થયા નારાજ

hardik pandya
ભારતીય ટીમના વર્તમાન ટી20 કેપ્ટન હાર્દિક પંડ્યા વેસ્ટ ઈન્ડિઝ સામેની પાંચ મેચોની સીરીઝની ત્રીજી મેચ બાદ ઘણા ચર્ચામાં છે. બીજી મેચમાં પણ હાર બાદ તેની કેપ્ટનશિપ અને તેના કેટલાક નિર્ણયો પર સવાલો ઉઠી રહ્યા હતા. હવે ત્રીજી મેચ બાદ તેમના સિક્સર ફટકારીને મેચ જીતાડવાની અને પછી વિજય બાદ બેટિંગ ઓર્ડર પરના નિવેદનની ઘણી ચર્ચા થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે છેલ્લી બે મેચમાં હાર બાદ બેટિંગ કોમ્બિનેશન પર સવાલો ઉઠી રહ્યા હતા. 8મા નંબર પર કોઈ સારો બેટ્સમેન ન હોવો ટીમ માટે ચિંતાનું કારણ બની રહી હતી, પરંતુ હાર્દિકે તેના પર પોતાનું જિદ્દી વલણ બતાવ્યું છે. 
 
 
હાર્દિક પંડ્યાએ કરી આ વાત 
હાર્દિક પંડ્યા એ મંગળવારે ત્રીજી ટી20 માં જીત પછી સ્પષ્ટ કરી દીધુ કે તેમની ટીમ સાત બેટ્સમેનો સાથે જ રમવુ ચાલુ રાખશે. કારણ કે તો બોલિંગ કોમ્બિનેશન સાથે કોઈ સમજૂતી કરવા માંગતા નથી.  ત્રીજી T20માં ભારતની સાત વિકેટની જીત બાદ હાર્દિકે કહ્યું કે પ્લેઇંગ 11માં સાત બેટિંગ વિકલ્પો પૂરતા છે. તેમણે મેચ પછી કહ્યું "એક ગ્રુપ  તરીકે, અમે સાત બેટ્સમેન સાથે બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે," . આપણે જવાબદારી લેવી પડશે, જેમ આજે થયું. જો બેટ્સમેન રન બનાવે છે તો તમારે આઠમા નંબર પર કોઈની જરૂર નથી. 
 
પંડ્યાએ ત્યારપછી  ટીમના વાઇસ-કેપ્ટન સૂર્યકુમાર યાદવની 44 બોલમાં 83 રનની મેચ વિનિંગ ઇનિંગ માટે પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું, જેમ કે સૂર્યકુમારે કહ્યું હતું કે તે અને તિલક વર્મા સાથે રમે છે અને સાથે સમય વિતાવે છે. ટીમમાં સૂર્યકુમાર જેવો બેટ્સમેન હોવો સારી વાત છે. જ્યારે તે જવાબદારી લે છે, ત્યારે અન્યને પણ તેનાથી વિશેષ સંદેશ મળે છે. આ મેચમાં સૂર્યા અને તિલક વર્માએ ત્રીજી વિકેટ માટે 87 રન જોડ્યા અને ટીમની જીત આસાન બનાવી દીધી.
 
હાર્દિકને થયા ટ્રોલ
વાસ્તવમાં જ્યારે ટીમ ઈન્ડિયાને જીતવા માટે 2 રનની જરૂર હતી અને 18મી ઓવર ચાલી રહી હતી. તે જ સમયે કેપ્ટન હાર્દિક પંડ્યા સ્ટ્રાઈક પર હતો.  સાથે જ તિલક વર્મા 49 રન બનાવીને નોન-સ્ટ્રાઈકિંગ એન્ડ પર રમી રહ્યો હતો. આવી સ્થિતિમાં હાર્દિક એક રન બનાવીને તિલકને સ્ટ્રાઈક આપી શક્યા હોત, પરંતુ તેમણે રોવમેન પોવેલની બોલ પર લાંબી સિક્સ ફટકારીને ટીમને જીત અપાવી હતી. આ રીતે યુવા બેટ્સમેન તિલક પોતાની અડધી સદી પૂરી કરી શક્યો ન હતો. આ ઘટના બાદ હાર્દિકને ઘણા ટ્રોલ કરવામાં આવ્યા અને સોશિયલ મીડિયા પર લોકોએ તેમને ઘણુ બધુ કહ્યુ.