શનિવાર, 21 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: શનિવાર, 31 માર્ચ 2018 (17:26 IST)

કેવી રીતે થાય છે બોલ ટૈમ્પરિંગ... જાણો કયા કયા ખેલાડીઓ પર લાગી ચુક્યો છે આરોપ ...

ક્રિકેટના મેદાનમાં બોલ ટેમ્પરિંગ (બોલ સાથે છેડછાડ) નો મામલો આ સમયે ચર્ચામાં છે. દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ કેપટાઉન ટેસ્ટમાં સામુહિક રીતે બોલ ટેમ્પરિંગ મામલે ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમની દરેક બાજુથી આલોચના થઈ રહી છે. આ ટેસ્ટ દરમિયાન ઓસ્ટ્રેલિયાઈ ટીમ તરફથી બોલ ટેમ્પરિંગની કોશિશ કેમરામા કેદ થવા મામલે સ્ટીવ સ્મિથની સ્વીકારોકિત પછી ઓસ્ટ્રેલિયાના આ કદાવર બેટ્સમેનને કેપ્ટની ગુમાવવી પડી ઉપરાંત આઈસીસીએ તેમને એક મેચ માટે બેન કરી દીધા છે. બોલ ટેમ્પરિંગને લઈને સ્મિથ પર લાઈહ બેનની તલવાર પણ લટકી રહી છે.  બોલ ટેમ્પરિંગની વાત કરીએ તો 70ના દસકાથી આ વિશે ફરિયાદ મળવી શરૂ થઈ ગઈ હતી. બોલના એક ભાગને કોઈ ખુરદુરી વસ્તુથી ખરાબ કરીને બોલર આ કામ કરે છે. આને અનૈતિક રૂપે બોલનો આકાર બગાડવાથી બોલ વધુ સ્વિંગ થવા માંડે છે અને બોલરોને વધુ ફાયદો મળે છે. 
 
આ રીતે થાય છે બોલ ટૈમ્પરિંગ 
 
જેંટલનેન ગેમ કહેવાથી ક્રિકેટમાં અનેક દસકાથી ખેલાડીઓ પર બોલ સાથે છેડછાડનો આરોપ લાગતો રહ્યોછે. કેપટાઉન ટેસ્ટ દરમિયાન શનિવારે ઓસ્ટ્રેલિયાના કૈમરૂન બૈનક્રોફ્ટને પીળા રંગની પટ્ટીથી બોલ રગડવાનો દોષી જોવામાં આવ્યો. જો કે તેની આ હરકત મેદાનમાં રહેલા કેમરામેન ઓસ્કરની નજરથી બચી શકી નહી. કૈમરાએ તેમને બોલ સાથે છેડછાડ કરતા પકડી લીધો અને આ મામલાએ તૂલ પકડ્યુ. આ ઘટના પહેલા પણ મેદાન પર ખેલાડીઓ પોતાના દાંત કે પેંટની જીપ કે માટી અને કોલ્ડ ડ્રિંકની બોટલ્સના ઢાંકણ જેવી વસ્તુઓથી બોલ ટેમ્પરિંગ કરતા પકડાઈ ચુક્યા છે. નિયમો મુજબ ખેલાડી બોલમાં ચમક લાવવા માટે પરસેવો કે લાર જેવી પ્રાકૃતિક વસ્તુઓનો ઉપયોગ કરી શકે છે પણ કોઈ કુત્રિમ પદાર્થનો ઉપયોગ નથી કરી શકતો. 
આ ખેલાડીઓ પર પણ લાગી ચુક્યો છે બોલ ટૈમ્પરિંગનો આરોપ 
 
બોલ સાથે છેડછાડનો પહેલો આરોપ 70ના દસકાના મધ્યમાં ઈગ્લેંડના ઝડપી બોલર જૉન લીવર પર લાગ્યો હતો. ભારતીય ટીમના એ સમયના કપ્તાન બિશન સિંહ બેદીએ લીવર પર 1976 ના ભારતીય પ્રવાસ દરમિયાન બોલ પર વૈસલીન લગાવવાનો આરોપ લગાવ્યો હતો.  જ્યાર પછે બેદી બ્રિટિશ મીડિયાના નિશાના પર આવી ગયા હતા. આમ તો બૉલ ટૈમ્પરિંગના મામલે સૌ પહેલા 2000માં પાકિસ્તાનના ઝડપી બોલર વકાર યુનૂસને બહાર કરવામાં આવ્યા હતા. યૂનુસ અને પાકિસ્તાનના એક અન્ય દિગ્ગજ ઝડપી બોલર વસીમ અકરમ પર 1992ના પ્રવાસ પર રિવર્સ સ્વિંગ માટે બોલ સાથે છેડછાડનો આરો લાગી ચુક્યો છે. 
 
ઈગ્લેંડના પૂર્વ કપ્તાન માઈકલ એથરટન પણ ખિસ્સામાં રાખેલી માટીની મદદથી બોલ સાથે છેડછાડના મામલે ફસાય ચુક્યા છે.  એથરટને એ સમયે પોતાના બચાવમાં કહ્યુ હતુ કે તેમને હાથ સુકાવવા માટે માટી રાખી હતી પણ છતા પણ તેમના પર 2000 પાઉંડનો દંડ લાગ્યો હતો. કેટલાક એવા પણ ખેલાડી છે જેમને કેરિયર ખતમ થયા પછી બોલ સાથે છેડછાડની વાત કબૂલી હતી. તેમા ઈગ્લેંડના માર્ક્સ ટ્રેસ્કોટિકનો સમાવેશ છે. જેમણે પોતાના પુસ્તકમાં 2005માં એશેઝ શ્રેણીમાં ચ્યુંગમથી બોલ ચમકાવવાની વાત સ્વીકારી હતી.   પાકિસ્તાનના પૂર્વ કપ્તાન શાહિદ આફરીદી પણ કેમેરાની નજરથી બોલ સાથે છેડછાડ કરતા પકડાઈ ગયેલા જેમા તેમને બોલને દાંત વડે કાપતા જોવામાં આવ્યા. ત્યારબાદ તેમના પર બે મેચનો પ્રતિબંધ લાગ્યો હતો. દક્ષિણ આફ્રિકાના વર્તમાન કપ્તાન ફાફ ડુ પ્લેસિસ પંબે વાર બોલ ટૈમ્પરિંગ મામલે સજા ભોગવી ચુક્યા છે.  વર્ષ 2006માં ઓવલમાં ઈગ્લેંડ સાથે રમાય રહેલ મેચમાં પાકિસ્તાની ટીમ પર બોલ ટેમ્પરિંગનો આરોપ લાગ્યો હતો.  જેના વિરોધમાં પાકિસ્તાન ટીમે પોતાના કપ્તાન ઈંઝમામ ઉલ હકની આગેવાનીમાં મેચ છોડી દીધી હતી. 
 
ભારતીય ખેલાડીઓના હિસાબથી વાત કરીએ તો દેશના બે મોટા ખેલાડીઓ સચિન તેંદુલકર અને રાહુલ દ્રવિડ પર પણ બોલ ટૈમ્પરિંગનો આરોપ લાગી ચુક્યો છે. આ માટે સચિનને એક મેચમાંથી સસ્પેંડ કરવામાં આવ્યો હતો. આ વાત 2001ની છે. જ્યારે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ટેસ્ટ શ્રેણી ચાલી રહે હતી. જો કે પછી તેંદુલકર પર લાગેલો પ્રતિબંધ રદ્દ કરવામાં આવ્યો હતો. વર્ષ 2004માં ભારતી ટીમના ઝિમ્બાબવે પ્રવાસમાં દ્રવિડ પર મિંટ (એક પ્રકારની ટૉફી) થી બોલ ચમકાવવાનો આરોપ લાગ્યો હતો. દ્રવિડ પર આ માટે દંડ પણ લગાવાય હતો.