જય શાહનું એલાન, બેઘર અફઘાન મહિલા ક્રિકેટરો માટે ટાસ્ક ફોર્સની કરશે રચના
આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) એ રવિવારે વિસ્થાપિત અફઘાન મહિલા ક્રિકેટરોને મદદ કરવા માટે એક સમર્પિત ટાસ્ક ફોર્સની રચનાની જાહેરાત કરી. એક ઐતિહાસિક પહેલમાં, ICC એ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI), ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB) અને ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (CA) સાથે હાથ મિલાવ્યા છે જેથી આ પ્રતિભાશાળી ખેલાડીઓને તેમના ક્રિકેટ અને વ્યક્તિગત વિકાસ બંનેમાં ટેકો મળી શકે.
આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી)એ રવિવારે વિસ્થાપિત થયેલી અફઘાનિસ્તાનની મહિલા ક્રિકેટ ખેલાડીઓની સહાયતા માટે એક સમર્પિત ટાસ્ક ફોર્સના ગઠનની જાહેરાત કરી છે.
આઈસીસીના ચૅરમૅન જય શાહે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર એક પોસ્ટ લખીને તેનું ઍલાન કર્યું.
તેમણે લખ્યું, "મને આઈસીસી તરફથી ઘોષણા કરતા ગર્વ થઈ રહ્યો છે કે અમે બીસીસીઆઈ, ઇંગ્લૅન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ તથા ક્રિકેટ ઑસ્ટ્રેલિયા સાથે મળીને એક ઐતિહાસિક પહેલ કરી છે."
શાહે લખ્યું, "તે અંતર્ગત અમે વિસ્થાપિત અફઘાન મહિલા ક્રિકેટરોને તેમના ક્રિકેટ અને વિકાસની યાત્રામાં સહાયતા પ્રદાન કરીશું."
આઈસીસીની વેબસાઇટ પર જારી એક નિવેદન મુજબ, આ સહાયતા અંતર્ગત આઈસીસીએ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ), ઇંગ્લૅન્ડ તથા વેલ્સ ક્રિકેટ બોર્ડ (ઈસીબી) અને ક્રિકેટ ઑસ્ટ્રેલિયા (સીએ) સાથે મળીને આ ખેલાડીઓના ક્રિકેટ અને વ્યક્તિત્વના વિકાસ માટે મદદ કરશે.
નિવેદન પ્રમાણે, "આઈસીસી એક વિશેષ ફંડ બનાવશે જે સીધી આર્થિક મદદ કરશે જેથી આ ક્રિકેટરો તેમની રમતને જાળવી રાખી શકે. એ રમત જેને તેઓ પ્રેમ કરે છે અને તેના માટે તેમને જરૂરી સંસાધનો મળી શકે."
આઈસીસીએ જણાવ્યું કે તેની સાથે એક પ્રોગ્રામ પણ ચલાવાશે જેમાં કોચિંગ, વિશ્વસ્તરીય સુવિધાઓ અને વ્યક્તિગત માર્ગદર્શન આપવામાં આવશે, જેથી આ ખેલાડીઓ પોતાની પૂર્ણ ક્ષમતા સુધી પહોંચી શકે.