1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Updated : શુક્રવાર, 17 ફેબ્રુઆરી 2023 (12:29 IST)

IND vs AUS 2nd Test Day 1 Live Score Updates: અશ્વિને ઓસ્ટ્રેલિયાને આપ્યો ડબલ ઝટકો. લાબુશેન પછી સ્મિથ પણ આઉટ

india vs aus
IND vs AUS 2nd Test Day 1 Live Score Updates: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર મેચોની ટેસ્ટ શ્રેણીનો બીજો મુકાબલો દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાય રહ્યો છે. આ શ્રેણીમાં ભારતીય ટીમ પ્રથમ મેચ નાગપુરમાં એક દાવ અને 132 રનથી જીતીને 1-0 થી આગળ છે. હવે વારો છે દિલ્હીના મેદાનનો જ્યા ટીમ ઈંડિયાની સીરિઝમાં 2-0 થી  બઢત મેળવવાની નજર રહેશે. 

ઓસ્ટ્રેલિયાના 100 રન પૂરા થયા
28 ઓવર બાદ ઓસ્ટ્રેલિયાની ટીમે 3 વિકેટે 100 રન પૂરા કરી લીધા છે. ખ્વાજા 51 અને હેડ 6 રન બનાવીને રમી રહ્યા છે.
 
બીજું સેશન શરૂ  
દિલ્હી ટેસ્ટના પહેલા દિવસે બીજા સેશનની રમત શરૂ થઈ ગઈ છે. મોહમ્મદ સિરાજે આગેવાની લીધી અને બોલિંગની શરૂઆત કરી.

પહેલા દિવસનો લંચ થયો  
ઓસ્ટ્રેલિયાએ દિલ્હી ટેસ્ટના પહેલા દિવસે પ્રથમ સેશનમાં 25 ઓવર રમીને 3 વિકેટે 94 રન બનાવ્યા હતા. અશ્વિને 2 અને શમીએ એક વિકેટ લીધી હતી. ડેવિડ વોર્નર 15, લાબુશેન 15 અને સ્મિથ ખાતું ખોલાવ્યા વિના આઉટ થયા હતા. ખ્વાજા 50 અને ટ્રેવિસ હેડ 1 રન બનાવીને ક્રિઝ પર છે.

ઓસ્ટ્રેલિયાના 100 રન પૂરા થયા 28 ઓવર બાદ ઓસ્ટ્રેલિયાની ટીમે 3 વિકેટે 100 રન પૂરા કરી લીધા છે. ખ્વાજા 51 અને હેડ 6 રન બનાવીને રમી રહ્યા છે. બીજું સત્ર શરૂ થાય છે દિલ્હી ટેસ્ટના પહેલા દિવસે બીજા સેશનની રમત શરૂ થઈ ગઈ છે. મોહમ્મદ સિરાજે આગેવાની લીધી અને બોલિંગની શરૂઆત કરી.