યજવેન્દ્ર ચહલે 6 વિકેટ ઝડપી તરખાટ મચાવ્યો હતો. યજવેન્દ્ર ચહલે તરખાટ મચાવતા ઇંગ્લેન્ડના બે આક્રમક બેટ્સમેન જો રૂટ અને ઇયાન મોર્ગનને આઉટ કર્યા હતા. ચહલે ઇયાન મોર્ગનને પહેલા 40 રને રિષભ પંતના હાથે કેચ આઉટ કરાવ્યો હતો ત્યારબાદ જો રૂટને 42 રને લેગબી ફોર આઉટ કર્યો હતો. અમિત મિશ્રાએ જેસન રોયને 32 રને આઉટ કર્યો હતો.
ઈંગ્લેંડ તરફથી મોર્ગેને 40 રને અને રૂટે 42 રન બનાવ્યા હતા.
ભારતે ત્રીજી ટી-20 મેચમાં ઇંગ્લેન્ડને જીત માટે 20 ઓવરમાં 203 રનનો ટાર્ગેટ આપ્યો છે. સુરેશ રૈનાએ આક્રમક 63 રન બનાવ્યા હતા. જ્યારે ધોનીએ 56 રન અને યુવરાજે માત્ર 10 બોલમાં આક્રમક 27 રન કર્યો હતા.
કોહલી અને રાહુલે ઓપનિંગની શરૂઆત કરી હતી. વિરાટ કોહલી માત્ર બે રન બનાવી આઉટ થયો હતો.