મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Updated : સોમવાર, 16 ઑગસ્ટ 2021 (23:41 IST)

IND vs ENG, 2nd Test - રોમાંચક મેચમાં ભારતની ઐતિહાસિક જીત, 151 રનથી ઈગ્લેંડને હરાવ્યુ

ભારતે લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉંડમાં ઈગ્લેંડને 151 રનથી હરાવીને પાંચ મેચોની ટેસ્ટ શ્રેણીમાં 1-0ની બઢત મેળવી લીધી છે. ઈગ્લેંડને આ મેચ જીતવા માટે 272 રનનો ટારગેટ મળ્યો હતો, જેના જવાબમાં ટીમ 120 રન પર ઓલઆઉટ થઈ ગયુ. ઈગ્લેંડ તરફથી કપ્તાન જો રૂટે 33 રનની સર્વાધિક રમત રમી. આ ઉપરાંત જોસ બટલરે પણ 25 રનની સંઘર્ષપૂર્ણ રમત રમી. ભારત તરફથી મોહમ્મદ સિરાજે સર્વાધિક 4 વિકેટ લીધી. આ ઉપરાંત જસપ્રીત બુમરાહે ત્રણ, ઈશાંત શર્માએ બે અને મોહમ્મદ શમીએ એક વિકેટ લીધી. બંને ટીમો વચ્ચે હવે સીરિઝની ત્રીજી ટેસ્ટ 25 ઓગસ્ટથી શરૂ થશે. 

ટીમ ઈંડિયાએ બીજા દાવમાં આઠ વિકેટ પર 298 રન પર જાહેરાત કરી. બીજી ટેસ્ટના અંતિમ દિવસે ભારતના પૂંછડિયા બેટ્સમેનોએ કમાલની બેટિંગ કરી અને ટીમ માટે મહત્વપૂર્ણ રન જોડ્યા. જસપ્રીત બુમરાહ  (Jasprit Bumrah) અને મોહમ્મદ શમી (Mohammed Shami)એ નવમી વિકેટ માટે 89 રનની હાફસેંચુરી ભાગીદારી કરી. આ ભારત માટે નવમી વિકેટ માટે સૌથી મોટી ભાગીદારી છે. શમી 56 અને બુમરાહ 34 રન બનાવીને અણનમ રહ્યા.  બંનેએ ટેસ્ટ ક્રિકેટમાં પોતાનો સર્વોચ્ચ સ્કોર બનાવ્યો. આ ઉપરાંત ઈશાંત શર્માએ પણ ડબલ ફિગર પાર કરી. ઈંગ્લેન્ડે આ પૂંછડિયા બેટ્સમેનોને આઉટ કરવા માટે તમામ પ્રકારની રણનીતિ અપનાવી હતી પરંતુ સફળતા મળી ન હતી. આ દરમિયાન બુમરાહ અને શમીની અંગ્રેજી ખેલાડીઓ સાથે બોલચાલ પણ થઈ હતી. ઇંગ્લેન્ડ તરફથી માર્ક વુડે સૌથી વધુ ત્રણ વિકેટ લીધી હતી. બીજા દાવમાં ભારત તરફથી અજિંક્ય રહાણેએ સૌથી વધુ 61 અને ચેતેશ્વર પૂજારાએ 45 રન બનાવ્યા હતા. છેલ્લા દિવસની રમતમાં ઋષભ પંત 21 રન બનાવીને આઉટ થયો હતો. ભારતે ચોથા દિવસની રમતના અંતે છ વિકેટે 181 રન બનાવ્યા હતા. બંને ટીમો હાલ આ સીરિઝમાં 0-0થી બરાબરી પર છે. નોટિંઘમમાં બંને વચ્ચે રમાયેલી પ્રથમ ટેસ્ટ ડ્રો રહી હતી.
 
બુમરાહ અને શમીએ પોતાના અંગત બેસ્ટ સ્કોરનો રેકોર્ડ તોડ્યો
મોહમ્મદ શમીએ સિક્સ મારી ફિફ્ટી પૂરી કરી. 106મી ઓવર દરમિયાન મોઇન અલીના બોલ પર શમીએ 92 મીટર સિક્સ મારીને ફિફ્ટી પૂરી કરી હતી. આ એની બીજી ટેસ્ટ ફિફ્ટી છે. આની સાથે શમીએ પોતાનો છેલ્લો હાઇએસ્ટ સ્કોર 51 રનનો પણ રેકોર્ડ તોડ્યો હતો. વળી બુમરાહે પણ છેલ્લો હાઇએસ્ટ સ્કોર 28 રનનો રેકોર્ડ પણ તોડ્યો છે.
 
1982 બાદ લોર્ડ્સમાં 9મી વિકેટ માટે ઈન્ડિયન ટીમની 50+ રનની પાર્ટનરશિપનો રેકોર્ડ હવે મોહમ્મદ શમી અને જસપ્રીત બુમરાહને નામ થયો છે. આની પહેલા 1982મા કપિલ દેવ અને મદન લાલ વચ્ચે 9મી વિકેટ માટે 66 રનની પાર્ટનરશિપ નોંધાઈ હતી
 

10:53 PM, 16th Aug
 - ઈગ્લેંડની રમતની 45 ઓવર પુરી થઈ ચુકી છે અને ટીમનો સ્કોર 112/7 છે. ભારત અહી જીતની નિકટ છે, પણ તેની જીત સામે જોસ બટલર છે, જે ટીમની હાર ટાળવાનો જોર લગાવી રહ્યા છે. 


09:37 PM, 16th Aug
- 32 ઓવર બાદ ઇંગ્લેન્ડનો સ્કોર 80-5 છે. આ મેચ ડ્રો કરવા માટે ઇંગ્લેન્ડને વધુ 28 ઓવર બેટિંગ કરવી પડશે, જ્યારે ભારતને પાંચ વિકેટની જરૂર છે.
- ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ ઇંગ્લેન્ડની ઇનિંગની 27 મી ઓવર ફેંકવા આવ્યો હતો. આ ઓવરમાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ જોસ બટલરનો સિમ્પલ કેચ છોડ્યો હતો. આ કેચ ટીમને મોંઘો પડી શકે છે.
- ભારતીય ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહે ટીમને સૌથી મોટી સફળતા અપાવી ઇંગ્લેન્ડના કેપ્ટન જો રૂટને વિરાટ કોહલીના હાથે કેચ કરાવ્યો હતો. આ સાથે ઈંગ્લેન્ડની પાંચ વિકેટ પડી ગઈ છે.

08:37 PM, 16th Aug
ભારતીય ફાસ્ટ બોલર ઇશાંત શર્માએ ટી-બ્રેક પહેલા જોની બેયરસ્ટોને એક બોલ પેવેલિયનનો રસ્તો બતાવીને ભારત માટે મેચમાં કમબેક કર્યુ. આ સાથે ઈંગ્લેન્ડે ચોથી વિકેટ ગુમાવી છે. ભારત જીતથી માત્ર છ વિકેટ દૂર છે.

- ઈનિંગની છઠ્ઠી ઓવરમાં રોહિત શર્માએ હસીબ હમીદનો કેચ ડ્રોપ કર્યો હતો. આ સમયે સ્લિપમાં મોહમ્મદ શમીની બોલિંગ દરમિયાન રોહિત શર્માએ કેચ છોડ્યો હતો.
- 16 ઓગસ્ટ 2021ના દિવસે લોર્ડ્સ ખાતે રમાઈ પહેલી બીજી ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડના બંને ઓપનર્સ શૂન્યના સ્કોર પર પેવેલિયન ભેગા થયા હતા.
- ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસની વાત કરીએ તો ઈન્ડિયા વિરૂદ્ધ ઇંગ્લેન્ડ પહેલી વાર આવી સ્થિતિમાં આવ્યું છે કે જ્યારે એણે 0ના સ્કોર પર બંને ઓપનરની વિકેટ ગુમાવી દીધી હોય

08:35 PM, 16th Aug
 
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચોની ટેસ્ટ શ્રેણીની બીજી મેચ લોર્ડ્સના મેદાન પર રમાય રહી છે. આજે મેચનો પાંચમો અને છેલ્લો દિવસ છે. ઈંગ્લેન્ડને ભારત તરફથી 272 રનનો ટાર્ગેટ મળ્યો, જેના જવાબમાં ટીમની શરૂઆત ખૂબ જ ખરાબ રહી. ટી-બ્રેક સુધી ઇંગ્લેન્ડે 4 વિકેટ ગુમાવીને 67 રન બનાવ્યા હતા. અહીંથી ભારત જીતની ખૂબ જ નજીક આવી ગયું છે, જ્યારે ઇંગ્લેન્ડને જીતવા માટે 205 રન બનાવવાના છે.