રવિવાર, 8 સપ્ટેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Updated : શનિવાર, 13 જુલાઈ 2024 (23:01 IST)

IND vs ZIM 4th T20 :શુભમન ગીલની કેપ્ટનશીપમાં ભારતે બનાવ્યો ઐતિહાસિક કીર્તિમાન, પ્રથમ વખત કર્યું આ કારનામું

indis vs zimbabwe
India vs Zimbabwe 4th T20 Live Score: ભારતીય ટીમે ચોથી T20 મેચમાં ઝિમ્બાબ્વેને 10 વિકેટે હરાવ્યું હતું. આ મેચમાં જીત સાથે ટીમ ઈન્ડિયાએ શ્રેણીમાં 3-1ની અજેય સરસાઈ મેળવી લીધી છે. આ મેચમાં ભારતીય ટીમના કેપ્ટન શુભમન ગીલે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો જે સાચો સાબિત થયો હતો. પ્રથમ બેટિંગ કરતા ઝિમ્બાબ્વેની ટીમ મોટો સ્કોર કરી શકી ન હતી.
 


10:59 PM, 13th Jul
શુભમન ગિલની કેપ્ટનશીપમાં અદ્ભુત કામ થયું
પ્રથમ બેટિંગ કરતા ઝિમ્બાબ્વેની ટીમ 20 ઓવરમાં 152 રન જ બનાવી શકી હતી. ટીમ ઈન્ડિયાએ આ લક્ષ્યનો આસાનીથી પીછો કર્યો. ભારતીય ટીમ માટે બેટ્સમેનોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. શુભમન ગિલ અને યશસ્વી જયસ્વાલે અડધી સદી ફટકારી અને ટીમને 10 વિકેટે મેચ જીતાડવામાં મદદ કરી. 
T20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં આ પ્રથમ વખત બન્યું છે કે જ્યારે ભારતીય ટીમે 150 પ્લસ રનના લક્ષ્યનો પીછો કર્યા વિના કોઇપણ વિકેટ ગુમાવ્યા વગર કરી હોય. શુભમન ગિલની કેપ્ટન્સીમાં આ મહાન કારનામું થયું છે. આ પહેલા ટીમ ઈન્ડિયા કોઈપણ T20I મેચમાં આવું કરી શકી ન હતી.
 
બીજી વખત T20I મેચ 10 વિકેટથી જીતી
ભારતીય ટીમે T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં બીજી વખત 10 વિકેટે મેચ જીતી છે. આ પહેલા વર્ષ 2016માં ટીમ ઈન્ડિયાએ T20Iમાં ઝિમ્બાબ્વે સામે 10 વિકેટે જીત મેળવી હતી. ત્યારબાદ ટીમ ઈન્ડિયાએ 100 રનના લક્ષ્યનો પીછો કર્યો હતો.
 
યશસ્વી-ગિલે મારી હાફ સેન્ચુ 
ભારતીય ટીમ માટે શુભમન ગિલ અને યશસ્વી જયસ્વાલે શાનદાર બેટિંગ રજૂ કરી હતી. આ ખેલાડીઓના કારણે જ ટીમ ઈન્ડિયાએ સરળતાથી મેચ જીતી લીધી હતી. જયસ્વાલ પોતાની સદી પૂરી કરી શક્યો ન હતો અને 93 રન બનાવીને અણનમ રહ્યો હતો. જ્યારે શુભમન ગિલે 58 રનની ઇનિંગ રમી હતી. ભારત તરફથી ખલીલ અહેમદે સૌથી વધુ 2 વિકેટ લીધી છે. વોશિંગ્ટન સુંદર, શિવમ દુબે, અભિષેક શર્મા અને તુષાર દેશપાંડેએ એક-એક વિકેટ લીધી છે.