ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: રવિવાર, 20 નવેમ્બર 2022 (15:56 IST)

ભારતે ન્યૂઝીલૅન્ડને આપ્યો 192 રનનો ટાર્ગેટ, સૂર્યકુમારની શાનદાર સદી

સૂર્યકુમારની તોફાની ઇનિંગને પગલે ભારતે ન્યૂઝીલૅન્ડ સામે જીતવા માટે 192 રનનો તોતિંગ લક્ષ્યાંક મૂક્યો છે.સૂર્યકુમારે 51 બૉલમાં શાનદાર નોટાઉટ 111 ફટકાર્યા છે.
 
સૂર્યકુમારે કેવી તોફાની ઇનિંગ રમી એનો અંદાજો એ વાત પરથી લગાવી શકાય તેમણે પોતાની બીજા 50 રન માત્ર 17 બૉલમાં જ કરી નાખ્યા. સૂર્યકુમારે ટીટ0 કૅરિયરની આ બીજી સદી ફટકારી છે.

ન્યૂઝીલૅન્ડ સામેની મૅચમાં સૂર્યકુમારે શાનદાર સદી ફટકારી અને 51 રનમાં 111 રન કર્યા.217.64ની સ્ટ્રાઇક રેટથી કરેલા આ રનમાં સાત સિક્સર અને 11 ફૉર સામેલ છે.