IND vs PAK: ટીમ ઈડિયાએ ન મિલાવ્યો હાથ તો ભડક્યા શોએબ અખ્તર, બોલ્યા - ભારતને સલામ
sury kumar vs shoeb akhtar
IND vs PAK: દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં 14 સપ્ટેમ્બરના રોજ રમાયેલ એશિયા કપ 2025 ગ્રુપ એ ના મહત્વના મુકાબલામાં ટીમ ઈંડિયાએ પાકિસ્તાનને કરારી હાર આપી. સૂર્યકુમાર યાદવની આગેવાનીમાં ભારતીય ટીમે પહેલા બોલિંગમાં શાનદાર પ્રદર્શન કરતા પાકિસ્તાનને 20 ઓવોરમાં 127/9 પર રોકી લીધુ. ત્યારબાદ ભારતે માત્ર 15.5 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને લક્ષ્ય મેળવી લીધુ. આ મેચમાં ભારતની જીતથી વધુ સૂર્યકુમાર યાદવઅને તેમની ટીમના હાથ ન મિલાવવાની ઘટનાએ સૌથી વધુ ચર્ચા મેળવી.
સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ
ખરેખર, ટોસ દરમિયાન સૂર્યકુમાર યાદવે પાકિસ્તાનના કેપ્ટન સલમાન આગાની સાથે હાથ મિલાવ્યો ન હતો. મેચ પૂરી થયા પછી, જ્યારે પાકિસ્તાનની ટીમ હાથ મિલાવવાની રાહ જોઈ રહી હતી, ત્યારે ભારતીય ખેલાડીઓ સીધા મેદાનની બહાર નીકળી ગયા. આ પછી, ટીમ ઈન્ડિયાના તમામ ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફે પણ પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ મિલાવવાનો ઇનકાર કર્યો. ટીમ ઈન્ડિયા દ્વારા ડ્રેસિંગ રૂમનો દરવાજો બંધ કરવાની ક્લિપ્સ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ. હવે આ ઘટના પર પાકિસ્તાનના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરનું મોટું નિવેદન સામે આવ્યું છે.
શોએબ અખ્તરે વ્યક્ત કરી પોતાની નારાજગી
પાકિસ્તાનના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તર ભારતીય ખેલાડીઓના વલણથી નાખુશ હતા. એક પાકિસ્તાની ટીવી શોમાં તેમણે કહ્યું કે તેમને આઘાત લાગ્યો છે. આ દ્રશ્ય જોઈને નિરાશા થઈ. તેમને ખબર નહોતી કે આના પર શું કહેવું? ભારતને સલામ, શાબાશ. પણ ક્રિકેટને રાજકારણ ન બનાવો. ક્રિકેટ મેચ ચાલી રહી છે. અમે તમારા માટે સારી વાતો કહી રહ્યા છીએ. હાથ મિલાવો, કોઈ વાંધો નથી. આ ક્રિકેટ છે. મોટી વિચારસરણી બતાવો. તે બનતું રહે છે. ઝઘડા થાય છે. ઘરોમાં પણ ઝઘડા થાય છે, પણ આપણે તેમને ભૂલીને આગળ વધીએ છીએ. આનો અર્થ એ નથી કે આપણે હાથ ન મિલાવવા જોઈએ. તેમનાથી થતુ નથી યાર.
ઉલ્લેખનીય છે કે સૂર્યકુમાર યાદવના હાથ ન મિલાવ્યા બાદ પાકિસ્તાનના કપ્તાન સલમાન અલી આગા પોસ્ટ મેચ પ્રેજેંટેશનમાં જોવા ન મળ્યા. જેના પર અખ્તરે તેમનો સપોર્ટ કરતા કહ્યુ કે તેમને પોસ્ટ મેચ સેરેમની ગમી નહી. સલમાન અલી આગાએ ઠીક કર્યુ કે તેઓ પોસ્ટમેચમાં નહી ગયા ગુડ.
સૂર્યકુમાર યાદવની ટીમે લીધુ સ્ટેંડ
ઉલ્લેખનીય છે કે પહેલગામ આતંકી હુમલા પછી વધેલા રાજનીતિક તણાવ પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલ આ પહેલી મેચ હતી. આ મેચ પહેલા સોશિયલ મીડિયા અને ભારતમાં અનેક સ્થાન પર ટીમ ઈંડિયા અને પાકિસ્તાન વચ્ચે રમાનારી મેચને બૉયકોટ કરવાની માંગ થઈ હતી. પણ BCCI એ સ્પષ્ટ કર્યુ કે મલ્ટીનેશનલ ટૂર્નામેંટ્સમાં પાકિસ્તાનનો બૉયકૉટ કરવો શક્ય નથી. આવામા આ મેચ રમાઈ. જો કે ભારતીય ખેલાડીઓએ મેદાન અને મેદાન બહાર બંને સ્થાને પોતાના દેશની ભાવનાઓને મહત્વ આપ્યુ.