શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By નવીદિલ્હીઃ|
Last Modified: બુધવાર, 21 નવેમ્બર 2018 (17:56 IST)

India-vs-Australia - પ્રથમ ટી20માં ભારતની 4 રને હાર

ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી પ્રથમ ટી20માં ભારતની 4 રને હાર થઈ છે. વરસાદી વિઘ્નના કારણે મળેલી 174 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ટીમ ઇન્ડિયા 17 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 169 રન કરી શકી હતી. પ્રથમ ટી20માં આક્રમક બેટિંગ (76 રન) કરી રહેલા ધવનની ઇનિંગ એળે ગઇ હતી.
 
ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરતાં 3 વિકેટ ગુમાવીને 17 ઓવરમાં 158 રન ફટકાર્યા હતા. જોકે, ડકવર્થ લૂઇસના નિયમના કારણે ભારતને 17 ઓવરમાં 174 રનનો ટાર્ગેટ મળ્યો હતો  174 રનનાં ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત ખરાબ રહી હતી અને રોહિત શર્મા 7 રન બનાવીને આઉટ થયો હતો. ત્યાકબાદ શિખર ધવન અને કેએલ રાહુલે ભારતનાં સ્કોરને આગળ વધાર્યો, પરંતુ કેએલ રાહુલ ફરી એકવાર ફ્લૉપ સાબિત થયો હતો અને તે 13 રન બનાવીને એડમ ઝમ્પાનાં હાથે આઉટ થયો હતો. ત્યારબાદ વિરાટ કોહલી (4 રન)પણ તરત જ આઉટ થતા ભારતની કમર ભાંગી ગઈ હતી. ભારત તરફથી શિખર ધવને સર્વાધિક 76 રન બનાવ્યા હતા. દિનેશ કાર્તિકે 13 બોલમાં 30 રન ફટકારી જીતની આશા જગાવી હતી, પરંતુ અંતિમ ઓવરમાં તે સ્ટોઇનિસનાં હાથે આઉટ થતા ભારતની જીતવાની આશા પર પાણી ફરી વળ્યું