બુધવાર, 8 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: સોમવાર, 5 નવેમ્બર 2018 (08:31 IST)

INDvsWI; 1st T20 કલકત્તા ટી-20 મેચમાં ભારતે વિંડીઝને 5 વિકેટથી હરાવ્યુ

ભારતીય ટીમે ઈંડન ગાર્ડંસ સ્ટેડિયમમાં રમાયેલ ત્રણ ટી-20 મેચની શ્રેણીના પ્રથમ મેચમાં વેસ્ટઈંડિઝને પાંચ વિકેટથી માત આપી. આ બંને દેશ પહેલીવાર ભારતીય જમીન પર ટી-20 મેચ રમી રહ્યા છે. મહેમાન ટીમ દ્વારા આપવામાં આવેલ 110 રનના લક્ષ્યને ભારતે 17.5 ઓવરમાં પાંચ વિકેટના નુકશાંપર મેળવી લીધુ. લક્ષ્યનો પીછો કરવા ઉતરેલ ભારતીય ટીમની શરૂઆત ખરાબ રહી.  કપ્તાન રોહિત શર્મા છના સ્કોર પર ઝડપી બોલર થૉમસનો શિકાર બન્યા.  શિખર ધવન 3, રિષભ પંત 3, લોકેશ રાહુલ 16 અને મનીષ પાંડે 19 રન બનાવી આઉટ થા હતા. આ સાથે જ ટીમ ઈન્ડિયાએ 23 માર્ચ, 2014 બાદ વેસ્ટ ઈન્ડિઝ સામે T20માં પ્રથમ જીત મેળવી છે.
 
આ પહેલા ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતેરલી વેસ્ટ ઈન્ડિઝની ટીમે 20 ઓવરમાં 8 વિકેટના નુકસાન પર 109 રન બનાવ્યા હતા. વેસ્ટ ઈન્ડિઝ તરફથી ડેબ્યૂ કરનારા એલીને 20 બોલમાં સર્વાધિક 27 રન બનાવ્યા હતા.
 
ભારત તરફથી કુલદીપ યાદવે તેના 4 ઓવરના સ્પેલમાં માત્ર 13 રન આપી 3 વિકેટ ઝડપી હતી. ડેબ્યૂ મેન કૃણાલ પંડ્યાએ ભારતને પોલાર્ડની મહત્વપૂર્ણ સફળતા અપાવી હતી. જ્યારે બીજા ડેબ્યૂ મેન ખલીલ અહમદે પણ 16 રનમાં બે વિકેટ ઝડપી હતી. ભારતના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગનો નિર્ણય કર્યો હતો. ભારતીય ટીમમાં બે સ્પિનર અને ત્રણ ફાસ્ટ બોલરનો સમાવેશ કરવામાં આવ્યો હતો. હાર્દિક પંડ્યાના ભાઈ કૃણાલ પંડ્યા, ખલીલ અહમદનું ડેબ્યુ થયું હતું