શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Updated : શનિવાર, 27 ઑક્ટોબર 2018 (23:41 IST)

INDvsWI 3rd ODI - વિરાટની સદી બેકાર ગઈ, ટીમ ઈન્ડિયાની 43 રને હાર

પૂણેઃ ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે પાંચ મેચોની વન-ડે સીરીઝની ત્રીજી વન-ડે મેચમાં ટીમ ઈન્ડિયાને 43 રને હારનો સામનો સામનો કરવો પડ્યો છે. આ સાથે શ્રેણી એક-એકથી બરાબરી પર થઈ ગઈ છે. વિરાટ કોહલીએ આક્રમક બેટિંગ કરતા સીરીઝમાં સતત ત્રીજી સદી ફટકારી 107 રન બનાવી આઉટ થયો હતો.
 
ટીમ ઈન્ડિયા તરફથી કોહલીએ સર્વાધિક 107 રન અને શિખર ધવને 35 રન બનાવ્યા હતા. જ્યારે જસપ્રિત બુમરાહે 35 રન આપી સર્વાધિક 4 વિકેટ ઝડપી હતી. કુલદીપ યાદવે 2 અને ભુવનેશ્વર કુમાર, ચહલ અને ખલિલ અહમદે એક-એક વિકેટ ઝડપી હતી.
 

સૈમુઅલ્સના આઉટ થયા પછી શિમરોન હૈટમેયર અને શાઈ હોપે વેસ્ટઈંડિઝની ટીમને 100 રનને પાર કરાવી.  111ના સ્કોર પર કુલદીપ યાદવે વેસ્ટઈંડિઝને મોટો ફટકો આપ્યો. કુલદીપ હેટમેયરને 37 રનના સ્કોર પર ધોનીના હાથે સ્ટંપ્સ આઉટ કરાવ્યો. આની થોડીવાર પછી કુલદીપે એક વધુ ઝટકો આપીને વેસ્ટઈંડિઝની અડધી ટીમને પેવેલિયન ભેગી કરી. હાલ ક્રીઝ પર કત્પાન જેસન હોલ્ડર અને શાઈ હોપ રમી રહ્યા છે. 
 
- વેસ્ટઈંડિઝની ત્રીજી વિકેટ ખલીલ અહેમદે અપાવી. તેમને સેમ્યુઅલ્સને ધોનીને હાથે કેચ આઉટ કર્યા
 
- વેસ્ટ ઈંડિઝની બીજી વિકેટ પણ જસપ્રીત બુમરાહે લીધી.  કાયરન પૉવેલ 21 રન બનાવીને જસપ્રીત બુમરાહની બોલ પર રોહિત શર્માએ કેચ આઉટ કર્યો. 
 
સારી શરૂઆત પછી ઝડપી બેટિંગ કરી રહેલ ચંદ્રપોલ હેમરાજને બુમરાહે આઉટ કરી વેસ્ટઈંડિઝને પ્રથમ ઝટકો આપ્યો. બુમરાહે ચંદ્રપોલને ધોનીના હાથે કેચ આઉટ કરાવ્યો. હાલ ક્રીઝ પર કીરન પોવેલ અને શાઈ હોપ રમી રહ્યા છે.
 
 
આ પહેલા ગુવાહાટીમાં થયેલ પ્રથમ વનડેમાં ટીમ ઈંડિયાએ વેસ્ટઈંડિઝ પર શાનદાર આઠ વિકેટથી જીત નોંધાવી હતી. બીજી બાજુ વિશાખાપટ્ટનમમાં રમાયેલ બીજી વનડેમેચ ખૂબ રોમાંચક રહી હતી અને અંતિમ બોલમાં મેચ ટાઈ થઈ ગઈ હતી.  ભુવનેશ્વર અને બુમરાહની ગેરહાજરીમાં ભારતના બોલરોએ બંને મેચમાં કેરેબિયાઈ ટીમને 320 રનથી વધુ રન બનાવવાની તક આપી દીધી. હવે આ બંને બોલરોના કમબેકથી પાવરપ્લે અને ડેથ ઓવરોમાં ભારતનુ પ્રદર્શન સારુ રહેશે.