ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Updated : ગુરુવાર, 1 નવેમ્બર 2018 (17:19 IST)

India vs West Indies: ભારતે વિંડીઝને હરાવ્યુ, 3-1થી શ્રેણી પર કબજો

સીરિઝની 5મી અને અંતિમ વનડે મેચમાં વિંડીઝ ટીમનો દાવ માત્ર 104 રન પર સમેટાયા ગયા પછી ટીમ ઈંડિયાએ આ મેચ સહેલાઈથી 9 વિકેટથી પોતાને નામ કરી સીરિઝ પર 3-1થી કબજો કરી લીધો છે. 105 રનના સાધારણ લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ટીમ ઈંડિયા માટે રોહિત શર્મા  (63*) ની ફિફ્ટી અને કપ્તાન વિરાટ કોહલી (33*)ની રમતને કારણે સહેલાઈથી આ ટારગેટ માત્ર 14.5 ઓવરમાં જ પોતાને નામ કરી લીધો. આ પહેલા ભારતીય બોલરોની ઘાતક બોલિંગ સામે વિંડીઝ ટીમ ટકી શકી નહી. 
 
ટીમ ઈંડિયાની શાનદાર બોલિંગના દમ પર મેહમાન વેસ્ટ ઈંડિઝની ટીમ શ્રેણીના 5મા અને અંતિમ વનડેમાં ફક્ત 104 રન પર સમેટાઈ ગઈ છે. ભારત તરફથી રવિન્દ્ર જડેજા સર્વાધિક 4 વિકેટ પોતાને નામે કરી. જડેજા ઉપરાંત જસપ્રીત બુમરાહ અને ખલીલ અહેમદે 2-2 વિકેટ જ્યારે કે કુલદીપ અને ભુવનેશ્વર કુમારે 1-1 વિકેટ પોતાને નામે કરી. વિંડુઝ ટીમના કપ્તાન જેસન હોલ્ડર (25), રોવમૈન પૉવેલ (16) અને માર્લોન સેમ્યૂલ્સ (24)જ બે અંકનો સ્કોર બનાવી શક્યા. વનડે ક્રિકેટમાં ભારત વિરુદ્ધ આ વિંડીઝ ટીમનો સૌથી ન્યૂનતમ સ્કોર છે. 
 
 
અપડેટ્સ 
 
- ખલીલ-અહેમદે રોવમૈન પૉવેલને પેવેલિયન ભેગો કર્યો. 38 બોલ પર 16 રન બનાવીને પૉવેલ શિખર ધવનને કેચ આપી બેસ્યા. 16.6 ઓવરમાં વેસ્ટઈંડિઝનો સ્કોર 57/5 
- રવિન્દ્ર જડેજાએ વિસ્ફોટક બેટસમેન શિમરૉન હેટમેયરને આઉટ કરી વિંડિઝને ચોથો ઝટકો આપ્યો. 
- વેસ્ટઈંડિઝને લાગ્યો ત્રીજો જ હટકો, માર્લન સૈમુઅલ્સ ને જડેજાએ પેવેલિયન ભેગો કર્યો. 24 રન બનાવીને વિરાટ કોહલીને કેચ આપી બેસ્યા. 11.5 ઓવરમાં સ્કોર 36/3 
- 10 ઓવર પછી વેસ્ટઈંડિઝનો સ્કોર 30/2 માર્લન સૈમુઅલ્સ 22 અને રોવમૈન પૉવેલ 5 રન બનાવીને ક્રીઝ પર 
- પાંચ ઓવર પછી વેસ્ટઈંડિઝનો સ્કોર 6/2 રોવમૈન પૉવેલ 1 અને માર્લન સૈમુઅલ્સ ત્રણ રન બનાવીને ક્રીઝ પર હાજર 
- જસપ્રીત બુમરાહે પોતાની પ્રથમ ઓવરની ચોથી બોલ પર શાઈ હૉપને ક્લીન બોલ્ડ કર્યો. શાઈ હોપ પણ શૂન્ય રને આઉટ થયા. માર્લન સૈમુઅલ્સ ક્રીઝ પર આવ્યા 
- ભારતને મળી પ્રથમ સફળતા. પહેલી ઓવરની ચોથી બોલ પર ભુવનેશ્વર કુમારે અપાવી પહેલી વિકેટ. કીરન પૉવેલ ખાતુ ખોલ્યા વગર મહેન્દ્ર સિંહ ધોનીને કેચ આપી બેસ્યા. સ્કોર 0/1 
- વેસ્ટઈંડિઝના બંને ઓપનર મેદાન પર ઉતર્યા. કીરન પૉવેલ અને રોવમૈન પૉવેલ રમતની શરૂઆત કરી રહ્યા છે. ભારત તરફથી પહેલી ઓવર ભુવનેશ્વર કુમાર ફેંકી રહ્યા છે. 
 
આ મેચ પહેલા વિરાટ કોહલીએ બાકી ચારેય ટૉસ જીત્યા હતા. શ્રેણીમાં હાલ ભારત 2-1થી આગળ ચાલી રહ્યુ છે. ગુવાહાટી વનડે આઠ વિકેટથી જીત્યા પછી ટીમ ઈંડિયાને વિશાખાપટ્ટનમમાં ટાઈ મેચથી સંતોષ કરવો પડ્યો હતો. ત્યારબાદ પુણેમાં વેસ્ટઈંડિઝે 43 રનથી જીત મેળવી હતી. મુંબઈમાં રમાયેલ ચોથી મેચને ભારતે 224 રનથી જીતી હતી.