ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: રવિવાર, 3 નવેમ્બર 2019 (10:27 IST)

INDvsBAN: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ત્રણ ટી20 મેચ સિરીઝની પ્રથમ મેચ રમાશે.

રવિવારે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ત્રણ ટી20 મેચ સિરીઝની પ્રથમ મેચ આજે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાશે. આ મેચ સાંજે 7 વાગ્યેથી શરૂ થશે. ત્યારે બીજી તરફ દિલ્હીની હવાની ગુણવત્તા પોતાના ખતરનાક સ્તરે પહોંચી ગઈ છે. ગત સપ્તાહથી હવા સતત પ્રદુષિત થઈ રહી છે. ખરાબ હવાના કારણે બાંગ્લાદેશના ખેલાડીઓ પણ પ્રેક્ટિસ મેચ દરમિયાન ચહેરા પર માસ્ક પહેરીને રમ્યા હતા.

રોહિત શર્મા આ સીરિઝમાં ટીમ ઇન્ડિયાની કેપ્ટનશિપ કરી રહ્યાં છે. વિરાટ કોહલીને આ સીરિઝમાં આરામ આપવામાં આવ્યો છે. આ પહેલા ભારતે દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ટી 20 સીરિઝ રમી હતી જેમાં 1-1 થી બરાબર રહી હતી. ભારતની નજર આ સીરિઝ જીતવા પર રહેશે. વિરાટ કોહલીની અનુપસ્થિતિમાં ટીમની બેટિંગ રોહિત અને શિખર ધવન પર નિર્ભર રહેશે.