શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: બુધવાર, 2 ફેબ્રુઆરી 2022 (08:22 IST)

અમદાવાદ પહોંચી કેરેબિયન ટીમ, જાણો ODI અને T20 સિરીઝનો પુરો શેડ્યૂલ

ભારતીય પ્રવાસ માટે વેસ્ટઈંડિઝ ટીમ અમદાવાદ પહોંચી ચુકી છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને વેસ્ટઈંડિઝની વચ્ચે ત્રણ મેચોની વનડે શ્રેણી 6 ફેબ્રુઆરીથી રમાવાની છે. ભારતીય ટીમ પહેલા જ અમદાવાદ પહોંચી ચુકી છે. 6 ફેબ્રુઆરી પહેલા બંને ટીમો અમદાવાદમાં પ્રેકટિસ કરશે. વેસ્ટઈંડિઝ ટીમ મંગળવારે રવાના થઈ હતી અને ભારતીય સમય મુજબ બુધવારે સવારે અમદાવાદ પહોંચી ગઈ. વિંડીઝ ક્રિકેટ સત્તાવાર પેજ પરથી એક વીડિયો શેયર કરવામાં આવ્યો છે, જેમા કેરેબિયાઈ ખેલાડી એયરપોર્ટ પર જોવા મળી રહ્યા છે. 
 
વિન્ડીઝ ક્રિકેટે વીડિયો શેર કરતા લખ્યું, 'અમે સુરક્ષિત રીતે અમદાવાદ પહોંચી ગયા છીએ.' ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની ODI શ્રેણી ખાલી સ્ટેડિયમમાં રમાશે, જ્યારે T20 શ્રેણી માટે સ્ટેડિયમમાં 75 ટકા દર્શકો જઈ શકશે.
ભારત vs વેસ્ટ ઈન્ડિઝ શેડ્યુલ
તારીખ મેચ વેન્યુ સમય
6 ફેબ્રુઆરી પહેલી વનડે ઈંટરનેશનલ   નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, અમદાવાદ બપોરે  1:30 વાગ્યાથી
9 ફેબ્રુઆરી બીજી વનડે ઈંટરનેશનલ   નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, અમદાવાદ બપોરે  1:30 વાગ્યાથી
11 ફેબ્રુઆરી ત્રીજી વનડે ઈંટરનેશનલ   નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, અમદાવાદ બપોરે  1:30 વાગ્યાથી
 
તારીખ મેચ વેન્યુ સમય
16 ફેબ્રુઆરી પહેલી ટી20 ઈંટરનેશનલ ઈડન ગાર્ડન્સ,
કલકત્તા  
સાંજે 7:30 વાગ્યાથી  
18 ફેબ્રુઆરી બીજી ટી20
ઈંટરનેશનલ
ઈડન ગાર્ડન્સ,
કલકત્તા
સાંજે 7:30 વાગ્યાથી  
19 ફેબ્રુઆરી ત્રીજી ટી20
 ઈંટરનેશનલ
ઈડન ગાર્ડન્સ,
કલકત્તા
સાંજે 7:30 વાગ્યાથી  
 
ભારતની વનડે  ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), ઋતુરાજ ગાયકવાડ, શિખર ધવન, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ અય્યર, દીપક હુડા, વોશિંગ્ટન સુંદર, કેએલ રાહુલ, ઋષભ પંત, દીપક ચહર, શાર્દુલ ઠાકુર, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, રવિ બિશ્નોઈ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા, આવેશ ખાન.
 
ભારત ટી20 ટીમ
રોહિત શર્મા, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, સૂર્યકુમાર યાદવ, વેંકટેશ અય્યર, વોશિંગ્ટન સુંદર, અક્ષર પટેલ, કેએલ રાહુલ, ઈશાન કિશન, ઋષભ પંત, દીપક ચહર, શાર્દુલ ઠાકુર, રવિ બિશ્નોઈ, યુઝવેન્દ્ર ચહલ, મોહમ્મદ સિરાજ, ભુવનેશ્વર ખાન, આવેશ ખાન, હર્ષલ પટેલ.
 
વેસ્ટ ઈન્ડિઝની વનડે ટીમ
ડેરેન બ્રાવો, શામરાહ બ્રૂક્સ, બ્રેડન કિંગ, કિરન પોલાર્ડ (કપ્તાન), ફેબિયન એલન, એનક્રુમાર બોનર, જેસન હોલ્ડર, શાઈ હોપ, નિકોલસ પૂરન, અકીલ હુસેન, અલઝારી જોસેફ, કીમર રોચ, રોમારિયો શેફર્ડ, ઓડિન સ્મિથ, હેડન વોલ્શ.
 
વેસ્ટ ઈન્ડિઝ ટી20 ટીમ
ડેરેન બ્રાવો, બ્રેડન કિંગ, રોવમેન પોવેલ, કિરન પોલાર્ડ (કપ્તાન), ફેબિયન એલન, રેસ્ટોન ચેઝ, જેસન હોલ્ડર, કાઈલ મેયર્સ, નિકોલસ પૂરન, શાઈ હોપ, શેલ્ડન કોટરેલ, ડોમનિક ડ્રેક્સ, અકીલ હુસૈન, રોમારિયો શેફર્ડ, ઓડિન સ્મિથ, હેડન વોલ્શ .