ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. ગુજરાત સમાચાર
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 1 ઑક્ટોબર 2024 (17:12 IST)

ભારતે બાંગ્લાદેશથી બીજી ટેસ્ટ મૅચ જીતી, 2-0થી સિરીઝ કબજે કરી

India vs Bangladesh
India won the second Test match - ભારતે બાંગ્લાદેશ સામેની બીજી ટેસ્ટ મૅચ જીતી લીધી છે. કાનપુર ખાતે યોજાયેલી મૅચમાં યજમાન દેશે સાત વિકેટે વિજય નોંધાવ્યો હતો.
 
બાંગ્લાદેશની બીજી ઇનિંગ 146 રનમાં સમેટાઈ ગઈ હતી, જેથી ભારતે વિજય મેળવવા માટે માત્ર 95 રન મેળવવાની જરૂર હતી. ભારત તરફથી યશસ્વી અગ્રવાલે 51 રન બનાવ્યા હતા.
 
બાંગ્લાદેશે તેની પહેલી ઇનિંગમાં 233 રન બનાવ્યા હતા. જવાબમાં દાવ લેવા ઉતરેલી ભારતીય ટીમે નવ વિકેટે 285 રન ફટકારીને દાવ ડિક્લૅર કરી દીધો હતો.
 
ઉલ્લેખનીય છે કે વરસાદને કારણે બે દિવસની મૅચ રમી નહોતી શકાઈ અને છેલ્લે દિવસે મૅચનો નિર્ણય થયો હતો. બે ટેસ્ટ મૅચની શ્રેણીમાં ભારતે 2-0થી સિરીઝ કબજે કરી છે.
 
સિરીઝ દરમિયાન 114 રન ફટકારનારા તથા 11 વિકેટ લેનારા આર. અશ્વિનને ઑલ-રાઉન્ડ પર્ફૉર્મન્સ બદલ પ્લૅયર-ઑફ-ટુર્નામેન્ટ જાહેર કરવામાં આવ્યા હતા.