ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: નવી દિલ્હી. , શુક્રવાર, 14 જુલાઈ 2023 (11:41 IST)

Who is Yashasvi Jaiswal: જાણો કોણ છે યશસ્વી જયસ્વાલ, જેમણે ડેબ્યૂ ટેસ્ટમાં જ બનાવ્યા અનેક રેકોર્ડ

Yashasvi Jaiswal
Yashasvi Jaiswal
Jaiswal First Match Frist Century - ભારતીય ક્રિકેટ ટીમ હાલ વેસ્ટઈંડિઝ વિરુદ્ધ ટેસ્ટ મેચ રમી રહી છે. આ મુકાબલાને શરૂઆત 12 જુલાઈથી થઈ હતી જે આવનારી 17 તારીખ સુધી રહેશે.  આ મુકાબલામાં અત્યાર સુધી બે દિવસની રમત ખતમ થઈ ચુકી છે અને ભારતીય ટીમે પહેલા દાવમાં 2 વિકેટ પર 31 2 રન બનાવી લીધા હતા.  બે દિવસની રમતમાં ભારતીય ટીમના એક યુવા ખેલાડીનુ શાનદાર પ્રદર્શન જોવા મળ્યુ છે. જ્યારબાદ દરેક કોઈ તેમની જ ચર્ચા કરી રહ્યુ છે.  ઉલ્લેખનીય છે કે ડેબ્યુ કરી રહેલા યશસ્વી જયસ્વાલે પોતાની પહેલી જ ટેસ્ટમાં સદી મારીને ઈતિહાસ રચી દીધો. યશસ્વી જયસ્વાલે ડેબ્યુ ટેસ્ટમાં જ અનેક મોટા રેકોર્ડ બનાવી દીધા છે. 

 
મુંબઈના ધાકડ બેટ્સમેન યશસ્વી જયસ્વાલે 21 વર્ષના છે અને ડેબ્યૂ ટેસ્ટમાં તેમણે સદી ફટકારી છે.  યશસ્વીએ મુકાબલામાં 143 રન જોડ્યા. ડોમિનિકામાં રમાઈ રહેલા મુકાબલામાં બીજા દિવસે રમત સમાપ્ત થતા સુધી રોહિત અને યશસ્વીએ પહેલી વિકેટ માટે 229 રનની મોટી ભાગીદારી કરી. હવે આજે મુકાબલાના ત્રીજા દિવસે યશસ્વી જાયસ્વાલ અનેક બીજા રેકોર્ડ પોતાને નામે કરી શકે છે. 
 
કોણ છે યશસ્વી જયસ્વાલ  (Who is Yashasvi Jaiswal)
ડેબ્યૂ ટેસ્ટમાં પોતાની શાનદાર બેટિંગથી બધાને ચોંકાવનાર યશસ્વી જયસ્વાલ એક ભારતીય ક્રિકેટર છે જે IPLમાં મુંબઈ ક્રિકેટ ટીમ અને રાજસ્થાન રોયલ્સ ટીમ તરફથી રમે છે. ડાબોડી ઓપનિંગ બેટ્સમેન યશસ્વી જયસ્વાલ લિસ્ટ Aમાં બેવડી સદી ફટકારનાર વિશ્વનો સૌથી યુવા ક્રિકેટર છે. વર્ષ 2020માં યોજાયેલી IPL હરાજી દરમિયાન રાજસ્થાન રોયલ્સે જયસ્વાલ માટે 4 કરોડ ખર્ચ્યા હતા અને તેને પોતાની ટીમમાં સામેલ કર્યો હતો.
 
યશસ્વી જયસ્વાલનો જન્મ 28 ડિસેમ્બર 2001ના રોજ ઉત્તર પ્રદેશ રાજ્યના ભદોહી જિલ્લાના સુરિયાવાન શહેરમાં થયો હતો. યશસ્વી જયસ્વાલના પિતાનું નામ ભૂપેન્દ્ર જયસ્વાલ છે. ભૂપેન્દ્ર જયસ્વાલ હાર્ડવેરની દુકાન ચલાવે છે. યશસ્વી જયસ્વાલની માતા વિશે વાત કરીએ તો તેનું નામ કંચન જયસ્વાલ છે અને તે ગૃહિણી છે. યશસ્વી જયસ્વાલ કુલ 6 બાળકોમાંથી ચોથા નંબરે છે.