શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Updated : શનિવાર, 8 મે 2021 (19:26 IST)

કોરોના થયા પછી હવે પ્રસિદ્ધ કૃષ્ણાની આશાઓ પર ફરશે પાણી ? ઈગ્લેંડના પ્રવાસમાં સામેલ થવા પર શંકા

ન્યુઝીલેન્ડ સામેની આઇસીસી વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપ (ડબ્લ્યુટીસી)ફાઈનલ અને ઈગ્લેંડના પ્રઆસ માટે સ્ટેંડ બાય ખેલાડીના રૂપમાં પસંદગી પામેલા ભારત અને કોલકાતા નાઈટ રાઇડર્સ (કેકેઆર) ના ઝડપી બોલર પ્રસિદ્ધ કૃષ્ણા કોરોનાથી સંક્રમિત જોવા મળ્યા છે. આવી સ્થિતિમાં હવે તેમની ઇંગ્લેન્ડ પ્રવાસમાં સામેલ થવાની શક્યતા પર શંકાના વાદળો છવાયા છે. પ્રસિદ્ધ કૃષ્ણા કેકેઆરનો ચોથો ખેલાડી છે, જેને કોરોનાથી સંક્રમિત થયા છે. આ  પહેલા વરૂણ ચક્રવર્તી, સંદીપ વોરિયર અને ન્યુઝીલેન્ડના ટીમ સિફર્ટ વાયરસના ભોગ બન્યા હતા. 
 
પ્રસિદ્ધ આઈપીએલના દરમિયાન અમદાવાદમાં આખી ટીમના નિયમિત રૂપે થયેલા ટેસ્ટમાં વરુણ અને સંદીપના સંક્રમિત જોવા મળવા દરમિયાન નેગેટિવ આવ્યા હતા. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) અને કેકેઆરના સૂત્રો મુજબ પ્રસિદ્ધ પોતાના ઘરે બેંગલુરુમાં ગયા પછી થયેલા ટેસ્ટમાં પોઝીટિવ જોવા મળ્યા છે.  ફ્રેચાઈઝી સૂત્રોએ જણાવ્યુ કે બાયો બબલ છોડતા સુધી તેઓ ઠીક હતા. બીસીસીઆઈના સૂત્રોએ કહ્યુ કે હવે પ્રસિદ્ધને ઈગ્લેંડ પ્રવાસ જતા પહેલા નેગેટિવ આવવુ પડશે. 
 
સૂત્રોએ જણાવ્યું હતું કે કૃષ્ણા રિદ્ધિમાન સાહાની જેમ ફિટનેસ ક્લિયરન્સને આધીન રહેશે.  જો આઈપીએલ બાયો-બબલમાં હોવા છતાં પણ પોઝીટીવ જોવા મળ્યા હતા. સાજા થવા માટે તેની પાસે માત્ર ત્રણ અઠવાડિયા છે. પ્રસિદ્ધ કૃષ્ણાના સંક્રમિત જોવા મળ્યા પછી કેકેઆર કેમ્પસમાં કોરોનાની લહેર આવતી દેખાય રહી છે.  કારણ કે શનિવારે સવારે  ફ્રેન્ચાઇઝીના એક અન્ય ખેલાડી ન્યુઝીલેંડના ટીમ સીફર્ટના પોઝીટીવ આવ્યાની વાત સામે આવી છે. જેને કારણે તેમને ઘરે જવાની પોતાની યોજના રદ્દ કરવી પડી. હાલ તેઓ અમદાવાદમાં ક્વારંટાઈન છે.