શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: બુધવાર, 23 જાન્યુઆરી 2019 (10:38 IST)

LIVE IND vs NZ: ન્યૂઝીલેંડ 157 પર ઓલઆઉટ, કુલદીપે લીધી 4 વિકેટ

ભારત અને ન્યૂઝીલેંડની ટીમ પાંચ મેચોની વનડે સીરિઝના પહેલી વનડે માટે નેપિયરના મૈક્લીન પાર્ક પર સામ સામે છે. ન્યૂઝીલેંડે ટોસ જીતીને પહેલા બેટિંગનો નિર્ણય લીધો હતો.  પહેલા બેટિંગ કરવા ઉતરેલી ન્યૂઝીલેંડની ટીમને ભારતે 157 રન પર ઓલઆઉટ કરી દીહ્દી. ભારત તરફથી કુલદીપ યાદવે સૌથી વધુ 4 વિકેટ ઝડપી.  ગપ્ટિલે 9 બોલ પર 1 ચોગ્ગાની મદદથી 5 રન બનાવ્યા અને તેને શમી એ બોલ્ડ કરી દીધો.  વનડેમાં શમીનો 100મો શિકાર બન્યો.
શમી પોતાના વનડે ઇન્ટરનેશનલ કેરિયરની 56મી મેચ રમી રહ્યો છે અને તેણે ઇરફાન પઠાણનો રેકોર્ડ તોડી નાંખ્યો. પઠાણે 59 મેચોમાં પોતાની વનડે ઇન્ટરનેશનલ કેરિયરની 100 વિકેટ પૂરી કરી હતી. આ સિવાય પૂર્વ ભારતીય પેસર ઝાહિર ખાને 65 મેચોમાં, અજીત અગરકરે 67 મેચોમાં, અને જવાગલ શ્રીનાથે 68 મેચોમાં પોતાની વનડે ઇન્ટરનેશનલ કેરિયરની 100 વિકેટ પૂરી કરી હતી.