શુક્રવાર, 6 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Updated : બુધવાર, 4 ઑગસ્ટ 2021 (23:40 IST)

IND vs ENG - પહેલા દિવસની રમત પુરી થવા પર ભારત મજબૂત સ્થિતિમાં, ઈગ્લેંડને ન મળી વિકેટ

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ નોટિંગહામના ટ્રેન્ટ બ્રિજ મેદાન પર રમાઈ રહી છે. ભારતે પ્રથમ દિવસે પ્રથમ ઇનિંગમાં વિકેટ ગુમાવ્યા વિના 21 રન બનાવ્યા હતા.. ઇંગ્લેન્ડનો પ્રથમ દાવ 183 રનમાં સમેટાઇ ગયો હતો. ભારત તરફથી બેટિંગ કરવા રોહિત શર્મા અને કેએલ રાહુલ  આવ્યા છે. ઈંગ્લેન્ડ તરફથી કેપ્ટન જો રૂટે 64 રન બનાવ્યા હતા. મોહમ્મદ શમી અને જસપ્રિત બુમરાહ ભારત માટે સૌથી સફળ બોલર રહ્યા છે. બુમરાહે 4 અને શમીએ બે વિકેટ લીધી.

- 3 ઓવર પછી પ્રથમ ઇનિંગમાં ભારતનો સ્કોર 7/0 છે, રોહિત શર્મા 4 રમી અને કેએલ રાહુલ 3 રન બનાવી રમી રહ્યા છે 
- ભારતનો પ્રથમ દાવ શરૂ થયો છે. ભારત તરફથી રોહિત શર્મા અને કેએલ રાહુલ ઓપનિંગ કરવા આવ્યા છે

-  60 મી ઓવરના છેલ્લા બોલ પર જસપ્રીત બુમરાહે સ્ટુઅર્ટ બ્રોડને આઉટ કરી ઇંગ્લેન્ડે તેની નવમી વિકેટ 160 રને ગુમાવી હતી.
 
ઈંગ્લેંડ પ્રથમ બેટીંગ કરી રહ્યો છે. ઈંગ્લેંડની તરફથી આ સમયે કીઝ પર બેયરસ્ટો અને કપ્તાન જે રૂટ 
 છે. ઈંગ્લેંડનો સ્કોર પ્રથમ પારીમાં ત્રણ વિકેટના નુકશાન પર 150 રનના નજીક છે. ભારતએ શાર્દુલ ઠાકુર અને મોહમ્મદ સિરાઝને પ્લેઈંગ ઈલેવનમાં શામેલ કરાયુ છે. 
 
ઈંગ્લેડને આ ટેસ્ટ સીરીઝથી પહેલા ન્યુઝીલેંડની સામે હોમ ટેસ્ટ સીરીઝમાં હારનો સામનો કરવો પડ્યુ હતું. તેમજ ટીમ ઈંડિયાને પણ આ ટેસ્ટ સીરીઝથી પહેલા ન્યુઝીલેંડની સામે હારનો સામનો કરવો પડ્યુ હતું. 
 
ન્યુઝીલેંડ અને ભારત વચ્ચે સાઉથમ્પટનમાં આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેંપિયનશિપનો ફાઈનલ મેચ રમાયુ હતું. આ ટેસ્ટ સીરીઝની સાથે જ વર્લ્ડ ટેસ્ટ ચેંપિયનશિપના બીજા સીઝનની પણ શરૂઆત થવા જઈ રહી છે. 
 
45 ઓવર પછી ઈંગ્લેંડનો સ્કોર 1115/3 બેયરસ્ટો 16 રના અને કપ્તાન જો રૂટ 44 રન બનાવીને રમી રહ્યા છે. લંચ સુધી ઈંગ્લેંડનો સ્કોર 61-2, ભારત માટે બુમરાહ અને સિરાઝ માટે વિકેટ લીધા.