મંગળવાર, 7 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી સમાચાર
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 4 એપ્રિલ 2024 (00:44 IST)

IPL 2024 ની એક ઓવરમાં આ બોલરે આપ્યા સૌથી વધુ રન, રિષભ પંતે કરી ધુંઆધાર બેટિંગ

KKR vs DC: દિલ્હી કેપિટલ્સ ટીમને કોલકાતા નાઈટ રાઈડર્સ સામે 106 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં KKRની ટીમે પ્રથમ બેટિંગ કરીને 272 રનનો જંગી સ્કોર બનાવ્યો હતો. દિલ્હી કેપિટલ્સના કેપ્ટન રિષભ પંતે કોલકાતા નાઈટ રાઈડર્સ સામે શાનદાર બેટિંગ પ્રદર્શન કર્યું છે. તેણે શાનદાર બેટિંગ કરી છે. પંતે અડધી સદી ફટકારી હતી. વેંકટેશ અય્યરે આ મેચમાં ખૂબ જ ખરાબ બોલિંગ કરી અને ખરાબ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે.
 
વેંકટેશ અય્યરે એક ઓવરમાં આપ્યા સૌથી વધુ રન 
કેકેઆર તરફથી વેંકટેશ અય્યરે 12મી ઓવર ફેંકી હતી. આ ઓવરમાં રિષભ પંતે શાનદાર બેટિંગ કરી હતી. તેણે પહેલા બોલ પર ચોગ્ગો ફટકાર્યો હતો. આ પછી તેણે બીજા અને ત્રીજા બોલ પર સિક્સર ફટકારી. આ પછી તેણે ઓવરના છેલ્લા ત્રણ બોલ પર ત્રણ ચોગ્ગા ફટકાર્યા. આ રીતે પંતે આ ઓવરમાં કુલ 28 રન બનાવ્યા. આ સાથે વેંકટેશ અય્યર IPL 2024ની એક ઓવરમાં સૌથી વધુ રન આપનાર ખેલાડી બની ગયો છે. ભુવનેશ્વર કુમાર 26 રન સાથે બીજા સ્થાને છે. દિલ્હી કેપિટલ્સ સામેની મેચમાં વેંકટેશ અય્યરે માત્ર 1 ઓવર ફેંકી હતી અને તેણે 28 રન આપ્યા હતા.