શનિવાર, 31 જાન્યુઆરી 2026
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ સમાચાર
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: શનિવાર, 31 જાન્યુઆરી 2026 (13:33 IST)

T20 World Cup ના પહેલા ઓસ્ટ્રેલિયાને પડ્યો મોટો ફટકો, પૈંટ કમિંસ થયા બહાર, સ્કવૉડમાં થયા બે ચેંજ

pat cummins ruled out
ટી20 વર્લ્ડ કપ 2026 ની શરૂઆત થવામાં હવે ફક્ત થોડાક જ દિવસ બાકી રહી ગયા છે. આ વર્લ્ડકપના શરૂ થતા પહેલા જ ઓસ્ટ્રેલિયાની ટીમને મોટો ફટકો લાગ્યો છે. ટીમના ઝડપી બોલર પૈટ કમિંસ ઘયલ થવાને કારણે આ ટૂર્નામેંટમાંથી બહાર થઈ ગયા છે. આ ઉપરાંત ઓસ્ટ્રેલિયાઈ ટીમે પોતાના સ્કવોડમાં બે મોટા ફેરફાર કર્યા છે.  કમિંસ પોતાની જૂની પીઠની સમસ્યામાંથી સંમ્પૂર્ણ રીતે બહાર આવ્યા નથી. જેને કારણે મેડિકલ ટીમે તેમને આરામ અને રિહૈબની સલાહ આપી છે.  તેમના સ્થાન પર બેન ડ્વાર્શિયસને 15 સભ્યોની ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.  
 

મેથ્યૂ શોર્ટ થયા ટી20 વર્લ્ડ કપ સ્કવોડમાંથી બહાર 

 
 ઓસ્ટ્રેલિયાની ટીમમાં વધુ એક ફેરફાર કરવામાં આવ્યો છે. મેથ્યુ શોર્ટને ટીમમાંથી બહાર કરવામાં આવ્યો છે અને તેના સ્થાને ઇન-ફોર્મ ખેલાડી મેટ રેનશોનો સમાવેશ કરવામાં આવ્યો છે. સ્ટીવ સ્મિથને પણ આ વર્લ્ડ કપ માટે ટીમમાં સ્થાન મળ્યું નથી. આ ઉપરાંત, જોશ હેઝલવુડ, ટિમ ડેવિડ અને નાથન એલિસને વર્લ્ડ કપ માટે ફિટ જાહેર કરવામાં આવ્યા છે. એશિઝ પહેલા હેઝલવુડને હેમસ્ટ્રિંગ ઈજા થઈ હતી, જેના કારણે તે લાંબા સમયથી ટીમની બહાર હતો. બીજી તરફ, ડેવિડ હેમસ્ટ્રિંગ ઈજાને કારણે BBL મેચો અને પાકિસ્તાન શ્રેણીમાં રમી શક્યો ન હતો. જ્યારે એલિસ હેમસ્ટ્રિંગ ઈજાને કારણે BBL ફાઇનલ અને પાકિસ્તાન પ્રવાસમાંથી બહાર હતો.
 

T20 વર્લ્ડ કપ 2026 માટે ઓસ્ટ્રેલિયાની ટીમ
 

મિશેલ માર્શ (કેપ્ટન), ઝેવિયર બાર્ટલેટ, કૂપર કોનોલી, ટિમ ડેવિડ, બેન દ્વારશુઇસ, કેમેરોન ગ્રીન, નાથન એલિસ, જોશ હેઝલવુડ, ટ્રેવિસ હેડ, જોશ ઇંગ્લિસ, મેથ્યુ કુહનેમેન, ગ્લેન મેક્સવેલ, મેટ રેનશો, માર્કસ સ્ટોઇનિસ, એડમ ઝામ્પા
 

ઓસ્ટ્રેલિયાનો પહેલો મુકાબલો 11 ફેબ્રુઆરીએ થશે
 

T20 વર્લ્ડ કપ 2026 7 ફેબ્રુઆરીએ શરૂ થશે. ઓસ્ટ્રેલિયા 11 ફેબ્રુઆરીએ આયર્લેન્ડ સામે પોતાના અભિયાનની શરૂઆત કરશે. કાંગારૂઓની આગામી મેચ 13 ફેબ્રુઆરીએ ઝિમ્બાબ્વે સામે થશે. ઓસ્ટ્રેલિયા કોલંબોમાં પોતાની બંને શરૂઆતની મેચ રમશે. ત્યારબાદ ઓસ્ટ્રેલિયા 16 ફેબ્રુઆરીએ પલ્લેકેલે સ્ટેડિયમમાં શ્રીલંકા સામે ટકરાશે. ઓસ્ટ્રેલિયા 20 ફેબ્રુઆરીએ ઓમાન સામે પોતાની અંતિમ મેચ રમશે. આ વર્લ્ડ કપ માટે ઓસ્ટ્રેલિયાને ગ્રુપ Bમાં રાખવામાં આવ્યું છે.