શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી સમાચાર
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Updated : ગુરુવાર, 4 એપ્રિલ 2024 (10:38 IST)

પૃથ્વી શો ને અધવચ્ચે જ છોડવી પડશે IPL ? સપના ગિલ મામલે કોર્ટે આપ્યો મોટો આદેશ

Prithvi Shaw
Prithvi Shaw
ક્રિકેટર પૃથ્વી શો (Prithvi Shaw)ફરી એકવાર મુશ્કેલીમાં જોવા મળી રહ્યો છે. મુંબઈની એક કોર્ટે 3 એપ્રિલે સોશિયલ મીડિયા ઈંફ્લુએંજર સપના ગિલ(Sapna Gill)ની કથિત છેડતીના કેસમાં તપાસનો આદેશ આપ્યો છે. સમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલ મુજબ, મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ એસસી તાયડેએ પોલીસને 19 જૂન સુધીમાં તપાસ રિપોર્ટ સોંપવા કહ્યું છે. સપના ગિલ તરફથી  ક્રિકેટર વિરુદ્ધ એફઆઈઆર ન નોંધવા બદલ પોલીસ સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી. પરંતુ કોર્ટે તેમની માંગ ફગાવી દીધી હતી.
 
ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે 15 ફેબ્રુઆરીએ એક વીડિયો સામે આવ્યો હતો. આ વીડિયો ક્રિકેટર પૃથ્વી શો અને ઈંફ્લુએંજર સપના ગિલ વચ્ચેની લડાઈનો હતો. આરોપ એવો હતો કે શૉએ ગિલ અને તેના મિત્રો પર હુમલો કર્યો હતો. ગિલે આરોપ લગાવ્યો હતો કે શૉ અને તેના મિત્રોએ તેની પર શારીરિક હુમલો કર્યો હતો. સપનાએ ક્રિકેટર પર યૌન ઉત્પીડનનો આરોપ પણ લગાવ્યો હતો.
 
બીજી બાજુ  પૃથ્વી શૉએ સપના અને તેના એક મિત્ર પર દુર્વ્યવહાર અને મારામારી કરવાનો આરોપ લગાવ્યો હતો. ક્રિકેટરની ફરિયાદના આધારે સપના અને તેના મિત્રની ધરપકડ કરવામાં આવી હતી. બાદમાં ઈંફ્લુએંજરને જામીન મળી ગયા હતા. જેલમાંથી બહાર આવ્યા બાદ સપના ગિલે શૉ અને તેના મિત્રો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. તેના વકીલ કાશિફ દેશમુખના જણાવ્યા અનુસાર, સપનાએ ભારતીય દંડ સંહિતાની કલમ 34, 120B, 144, 146, 148, 149, 323, 324, 351, 354, 509 હેઠળ ફરિયાદ કરી હતી.
 
પોલીસે શું કહ્યું?
પોલીસે મેજિસ્ટ્રેટ કોર્ટને કહ્યું હતું કે ક્રિકેટર પર લાગેલા તમામ આરોપો ખોટા છે. CISF અધિકારીઓએ પોલીસને એમ પણ જણાવ્યું હતું કે સપના ગીલે દાવો કર્યો છે તેમ આવી કોઈ ઘટના બની નથી. પોલીસે કોર્ટને કહ્યું છે કે પબના સીસીટીવી ફૂટેજની તપાસમાં જોવા મળે છે કે સપના અને તેના મિત્ર શોભિત ઠાકુર નશામાં હતા અને ડાન્સ કરતા હતા. જ્યારે પૃથ્વી ત્યાં પહોંચ્યો ત્યારે શોભિત પોતાના મોબાઈલ દ્વારા ક્રિકેટરનો વીડિયો ઉતારવા માંગતો હતો. પરંતુ શૉએ તેને આમ કરતા અટકાવ્યો હતો.