ગુરુવાર, 29 ફેબ્રુઆરી 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Updated : બુધવાર, 20 સપ્ટેમ્બર 2023 (13:55 IST)

દિગ્ગ્જ ક્રિકેટરે 7 માસમાં કર્યા બીજીવાર લગ્ન, બાબર આઝમ લગ્નમાં થયા સામેલ

shahin afridi wedding
Photo - Shahid Afridi Insta.
Shaheen shah Afridi marriage પાકિસ્તાન ક્રિકેટ ટીમના ઝડપી બોલર શાહીન શાહ અફરીદી બીજીવાર દુલ્હા બની ગયા છે. તેમણે વર્લ્ડ કપ પહેલા નવી શરૂઆત કરી છે. ઉલ્લેખનીય છે કે શાહીને કોઈ અન્ય સાથે નહી પરંતુ પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર શાહિદ આફ્રિદીની પુત્રી અંશા સાથે લગ્ન કર્યા. લગ્નમાં પૂર્વ ક્રિકેટર સઈદ અનવર, વર્તમાન કપ્તાન બાબર આઝમ જેવા ખાસ મહેમાન શામેલ થયા. શાહિનના સસરા શાહિદ અફરીદીએ ફોટો પોસ્ટ કરીને બંનેને શુભેચ્છા પાઠવી. 
 
ઉલ્લેખનીય છે કે શાહીન અફરીદી આ જ વર્ષે ફેબ્રુઆરીમાં અંશા સાથે લગ્ન કર્યા હતા પણ વ્યસ્ત શેડ્યુલને કારણે તેમના અનેક સંબંધીઓ આ સમારંભમાં ભાગ લઈ શક્યા નહી.  આ કારણે શાહીને બીજીવાર લગ્ન કરવાનુ નક્કી કર્યુ. તેમણે પરિવારને જોતા એક નવી તારીખ પર આ ખાસ સમારંભનુ આયોજન કર્યુ. 
 
શાહિદ અફરીદીએ શાહીન અને પોતાની પુત્રીને શુભેચ્છા આપતી એક પોસ્ટ કરી. તેમણે લખ્યુ, કલ હી નૂર ઘર આયા થા વહ ઉસકી આંખો કે સામને સે જા રહા હૈ. બાબા કા દિલ ભી ડૂબ ગ યા. સુબહ ઉસકે પાસ આશા આઈ હૈ. આ ખાસ કેપ્શન સાથે તેમણે જમાઈ અને પુત્રીની સુંદર ફોટો પોસ્ટ કરી છે. 

 
સઈદ અનવર, બાબર આઝમ જેવા દિગ્ગજો જોડાયા
 
શાહીન આફ્રિદીના બીજા લગ્નમાં ઘણા ખાસ મહેમાનોએ પણ હાજરી આપી હતી. તેમાં દિગ્ગજ ક્રિકેટર સઈદ અનવરનો પણ સમાવેશ થાય છે. સઈદ અનવરનું સ્વાગત ખુદ શાહિદ આફ્રિદીએ કર્યું હતું. આ સિવાય પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટન બાબર આઝમ પણ લગ્નમાં આવ્યા હતા. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી કેટલીક તસવીરોમાં તે શાહિદ આફ્રિદી સાથે જોવા મળી રહ્યો છે.
 
ઉલ્લેખનીય છે  કે વર્લ્ડ કપ 5 ઓક્ટોબરથી શરૂ થવા જઈ રહ્યો છે. પાકિસ્તાન ક્રિકેટ ટીમે હજુ સુધી પોતાની ટીમની જાહેરાત કરી નથી. શાહીન આફ્રિદી વર્લ્ડ કપ રમશે તે લગભગ નિશ્ચિત છે. એશિયા કપમાં પણ તેનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું. પરંતુ પોતાની ટીમને ફાઈનલમાં પહોચાડી શક્યા નહી.