1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified શુક્રવાર, 12 ઑગસ્ટ 2022 (18:13 IST)

T20 વર્લ્ડ કપમાંથી બહાર થશે જસપ્રીત બુમરાહ

ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ઈજાના કારણે એશિયા કપ-2022માં રમી શકશે નહીં. આ સ્ટાર ખેલાડીને ઈજાના કારણે ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યો નથી અને તેને રિહેબ માટે બેંગ્લોર ખાતે NCAમાં જવા માટે કહેવામાં આવ્યું છે. 
 
હવે એવા અહેવાલો મળી રહ્યા છે કે બૂમરાહની ઈજા ગંભીર છે અને તેના ટી-20 વર્લ્ડકપમાં પણ રમવા પર શંકા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે બૂમરાહની આ ઈજા જૂની છે, જે ફરીથી વકરી છે.
 
બીસીસીઆઇ સૂત્રોએ વધુમાં જણાવ્યું, ''હા, આ ચિંતાનો વિષય છે. તે રિહેબ માટે જવાનો છે અને તેને સર્વોત્તમ મેડિકલ એડ્વાઇઝ મળશે. સમસ્યા એ છે કે તેની આ ઈજા જૂની છે. ટી-20 વર્લ્ડકપ માટે આપણી પાસે માત્ર બે મહિનાનો સમય છે અને બૂમરાહને આ ઈજા સૌથી ખરાબ સમયમાં થઈ છે.