શુક્રવાર, 3 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Updated : ગુરુવાર, 27 ઑક્ટોબર 2022 (16:10 IST)

T20 World Cup 2022 IND vs NED LIVE: ભારતે નેધરલેન્ડને 56 રને હરાવ્યું, ગ્રુપ-2માં મેળવ્યું ટોચનું સ્થાન

team india
T20 World Cup 2022 IND vs NED LIVE UPDATES: ભારત અને નેધરલેન્ડ વચ્ચે ગ્રુપ 2 ની મહત્વપૂર્ણ મેચ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાઈ રહી છે. ભારતીય કેપ્ટન રોહિત શર્માએ મોડા શરૂ થયેલ  ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.  આ મેચ માટે બંને ટીમોએ પોતાની પ્લેઈંગ ઈલેવનમાં કોઈ ફેરફાર કર્યો નથી. ઉલ્લેખનીય છે કે આ મેચમાં જીત સાથે ભારતીય ટીમ સેમીફાઈનલ રેસ માટે પોતાનો દાવો મજબૂત કરશે. બીજી તરફ, ભારત સામે પલટવાર કરવામાં સફળ રહેવાથી સુપર 12 તબક્કામાં નેધરલેન્ડની જીતનું ખાતું ખુલશે.
 
નેધરલેન્ડે  બીજી વિકેટ ગુમાવી
ભારતના 179 રનના જવાબમાં નેધરલેન્ડને પાંચમી ઓવરમાં 20 રન પર બીજો ઝટકો લાગ્યો હતો. સ્પિનર ​​અક્ષર પટેલ 16ના વ્યક્તિગત સ્કોર પર મેક્સ ઓ'ડાઉડને રન કરે છે.
 
ભુવનેશ્વર નાખી સતત 2 મેડન ઓવર  
ભારતીય ઝડપી બોલર ભુવનેશ્વર કુમારે સતત 2 મેડન ઓવર કરી હતી. તેણે પોતાની 2 ઓવરમાં એકપણ રન ખર્ચ્યા વિના વિકેટ લીધી હતી.
 
ભુવીને પહેલી સફળતા
ભુવનેશ્વર કુમારે તેની બીજી ઓવરમાં ભારતને પ્રથમ સફળતા અપાવી હતી. ભુવીએ વિક્રમજીત સિંહને બોલ્ડ કરીને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો.
 
ભુવીની મેડન ઓવર
નેધરલેન્ડ્સ સામે, ભારતીય ઝડપી બોલર ભુવનેશ્વર કુમારે તેની પ્રથમ ઓવરમાં મેડન ફેંકી અને કોઈ રન ન આપ્યો.
 
ભારતે નેધરલેન્ડને આપ્યો 180 રનનો ટાર્ગેટ 
ટીમ ઈન્ડિયાએ નિર્ધારિત 20 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 179 રન બનાવ્યા હતા. સૂર્યકુમાર યાદવે છેલ્લા બોલે સિક્સર ફટકારીને પોતાની અડધી સદી પૂરી કરી હતી.
 

04:07 PM, 27th Oct
ભારતે નેધરલેન્ડને હરાવ્યું
સુપર 12 તબક્કાની બીજી મેચમાં ભારતે નેધરલેન્ડને 56 રને હરાવ્યું. ભારતના 179 રનના જવાબમાં ડચ ટીમ 123 રન જ બનાવી શકી હતી. આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ ગ્રુપ 2માં ટોપ પર પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે.

03:48 PM, 27th Oct
અર્શદીપની બેવડી સફળતા
નેધરલેન્ડની 18મી ઓવરમાં એક પછી એક સતત બે વિકેટો પડી રહી હતી. 101 રનના સ્કોર પર તેને 8મો અને 9મો ફટકો લાગ્યો હતો. આ બંને વિકેટ બોલર અર્શદીપ સિંહે ઝડપી હતી.
 
નેધરલેન્ડે તેની સાતમી વિકેટ ગુમાવી
નેધરલેન્ડને 89ના સ્કોર પર 7મો ફટકો લાગ્યો હતો. ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારે એડવર્ડ્સની વિકેટ લીધી હતી.
 
નેધરલેન્ડે તેની છઠ્ઠી વિકેટ ગુમાવી
ભારતના 179 રનના જવાબમાં નેધરલેન્ડને 87ના સ્કોર પર છઠ્ઠો ફટકો લાગ્યો હતો. ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ 20ના અંગત સ્કોર પર ટિમ પ્રિંગલને આઉટ કર્યો હતો.