રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: બુધવાર, 21 ફેબ્રુઆરી 2024 (18:38 IST)

વિરાટ અને અનુષ્કાએ પુત્રનુ નામ રાખ્યુ અકાય, જાણો શુ છે આ નામનો અર્થ

virat anushka
virat anushka
ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી અને અભિનેત્રી અનુષ્કા શર્મા એકવાર ફરી માતા-પિતા બન્યા છે. અનુષ્કા શર્માએ મંગળવારે એક ભાવુક પોસ્ટ કરતા પોતાના બીજા બાળકના જન્મની માહિતી આપી. તેને બેબી બોયનુ નામ અકાય રાખ્યુ છે. ન્યુઝ મળ્યા પછી બંનેને ફેંસ પુષ્કળ શુભેચ્છા પાઠવી રહ્યા છે. પણ શુ તમે જાણો છો કે અકાય નામનો અર્થ શુ છે.  આજે અમે તમને બતાવીશુ અકાય નામનો અર્થ શુ હોય છે. 
 
નામનો શુ છે અર્થ 
 
ઉલ્લેખનીય છે કે વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ પોતાના બેબી બોયનુ નામ અકાય રાખ્યુ છે. જેનો અર્થ હોય છે જેના શરીરનો આકાર ન હોય, જે દેહવગરનો હોય, જેનો કોઈ આકાર ન હોય, જે નિરાકાર હોય. 
 
પોસ્ટમાં શુ લખ્યુ 
વિરાટે સોશિયલ મીડિયા પર નાખેલ પોતાની પોસ્ટમાં લખ્યુ કે અમને આ બતાવતા અત્યાધિક ખુશી થઈ રહી છે કે 15 ફેબ્રુઆરીએ અમે અમારા પુત્ર અકાય અને વામિકાના નાના ભાઈનુ આ દુનિયામાં સ્વાગત કર્યુ છે. અમે અમારા જીવનના આ સુંદર સમયમાં તમ્નારો આશીર્વાદ અને શુભેચ્છા ઈચ્છીએ છીએ. અમે તમને વિનંતી કરીએ છીએ કે અમારી પ્રાઈવેસીનુ સમ્માન કરો. ઉલ્લેખનીય છે કે વિરાટ કોહલીની આ પોસ્ટ પછી સતત તેમને શુભેચ્છા મળી રહી છે. ક્રિકેટ અને સિનેમા જગતના તમામ દિગ્ગજોએ કમેંટ્સ કરીને તેમને શુભેચ્છા આપવી શરૂ કરી દીધી છે. 
 
2017માં થયા હતા લગ્ન 
વિરાટ કોહલીએ 2017માં અનુષ્કા શર્મા સાથે લગ્ન કર્યા હતા. ત્યારબાદ પહેલીવાર 2021માં આ કપલ માતા-પિતા બન્યા હતા. અનુષ્કાએ પોતાની પુત્રી વામિકાને જન્મ આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે વિરાટ હાલ ભારત વિરુદ્ધ ઈગ્લેંડ સીરિઝનો ભાગ નથી. તેણે પર્સનલ કારણોને લીધે આ સીરીઝમાંથી રજા લીધી હતી.