ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 16 સપ્ટેમ્બર 2021 (20:15 IST)

કેમ છોડવી વિરાટને ટી20ની કપ્તાની, છેવટે શુ હતી અસલી પરેશાની ?

ભારતીય ક્રિકેટ ફેંસને ગુરૂવારે 16 સપ્ટેમ્બરના સાંજે એક ખૂબ જ ચોંકાવનારા સમાચાર મળ્યા. ટીમ ઈંડિયાના ત્રણેય ફોર્મેટના કપ્તાન વિરાટ કોહલીએ ટી20 વિશ્વકપ પછી આ ફોર્મેટની કપ્તાની છોડવાની જાહેરાત કરીને  સૌને ચોંકાવી દીધા. આ નિર્ણય હેરાન કરનારો એટલા માટે લાગ્યો કારણ કે થોડા દિવસ પહેલા જ બીસીસીઆઈ તરફથી સ્પષ્ટ કરવામાં આવ્યુ હતુ કે કોહલી ત્રણેય ફોર્મેટમાં ટીમના કપ્તાન બન્યા રહેશે. 
 
છેલ્લા કેટલાક દિવસોથી આ વાત સતત કરવામાં આવી રહી હતી, ભારતીય ટીમે પણ જુદા જુદા ફોર્મેટમાં જુદા જુદા કેપ્ટન વિશે  વિચારવું જોઈએ. વિરાટ ત્રણેય ફોર્મેટની કેપ્ટનશીપ કરવા માટે યોગ્ય નથી.  તમામ ફોર્મેટનું કેપ્ટનિંગ કરવાને કારણે તેમના પર બેટિંગનુ પ્રેશર વધી જાય છે. આવુ પહેલીવાર બન્યુ છે કે તેઓ હાફ સેંચુરી મારવા પણ તરસી રહ્યા છે. 
 
વિરાટે ટી 20 કેપ્ટનની જાહેરત કરતા પત્રમાં લખ્યું છે, "કાર્યભારને સમજવુ ખૂબ મહત્વની વાત છે અને છેલ્લા 8-9 વર્ષમાં તમામ 3 ફોર્મેટમાં રમ્યા અને છેલ્લા 5-6 વર્ષથી નિયમિત રીતે કેપ્ટનશીપ કરતા મારા પર વધુ પડતા વર્કલોડને જોતા મને લાગે છે કે મને ભારતીય ટીમનુ નેતૃત્વ કરવા માટે સંપૂર્ણ રીતે વનડે અને ટેસ્ટમ,આં તૈયાર થવા માટે ખુદને સ્થાન આપવાની જરૂર છે. મે ટી20 કપ્તાનના રૂપમાં મારા કાર્યકાળ દરમિયાન ટીમને બધુ જ આપ્યુ છે અને આગળ જતા એક બેટ્સમેનના રૂપમાં ટી20 ટીમ માટે કંઈક કરવા માંગુ છુ, કશુ આપવા માંગુ છુ.  
 
ટેસ્ટમાં ખરાબ પ્રદર્શને નાખ્યુ દબાણ 
 
વિરાટનું  ટી-20માં પ્રદર્શન જોવામાં આવે તો તે ખૂબ જ સારું છે. તેણે છેલ્લી 10 ઇનિંગ્સમાં ચાર અડધી સદી ફટકારી છે.  ટેસ્ટ મેચમાં મોટી ઇનિંગ્સ રમવામાં નિષ્ફળ રહેલા કોહલી પર ત્રણેય ફોર્મેટમાં કેપ્ટનશીપનું દબાણ ની વાત આ જ કારણે સામે આવી. છેલ્લી 21 ઇનિંગ્સમાં તે પાંચવાર હાફ સેંચુરી ફટકારવામાં સફળ રહ્યો પરંતુ સદી સુધી પહોંચી શક્યો નહીં.
 
આઈપીએલમાં ખિતાબ ન જીતવા પર થઈ આલોચના 
 
વિરાટે અત્યાર સુધી બીસીસીઆઈની ઘરેલુ ટી20 આઈપીએલમાં એક પણ ખિતાબ જીત્યો નથી. બીજી બાજુ ટીમ ઈન્ડિયાના ટી20 ના ઉપ-કેપ્ટન રોહિત શર્માએ પાંચ વખત ટીમને ચેમ્પિયન બનાવી છે. ભૂતપૂર્વ દિગ્ગજ ગૌતમ ગંભીરે તો સાર્વજનિક રૂપે વિરાટની જગ્યાએ રોહિતને ટીમ ઈન્ડિયાની ટી 20ની કેપ્ટનશિપ આપવાની વાત કરી છે. આ ઉપરાંત ઘણા દિગ્ગજોએ પણ ઈશારામાં આ વાત કહી. તમામ આલોચન સાંભળી-સાંભળીને છેવટે કોહલીએ આ ફોર્મેટની કેપ્ટનશીપ છોડવાનો નિર્ણય કર્યો.