શુક્રવાર, 3 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Updated : ગુરુવાર, 16 સપ્ટેમ્બર 2021 (23:31 IST)

વિરાટ કોહલીના સ્થાન પર રોહિત શર્મા બનશે ટી20 કપ્તાન ? જાણો આંકડામાં છિપાયેલુ બંનેનુ રહસ્ય

ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ ટી 20 વર્લ્ડ કપ પછી તરત જ ક્રિકેટની કેપ્ટનશીપ છોડવાની જાહેરાત કરી છે. માનવામાં આવે છે કે રોહિત શર્મા હવે ટી 20 ટીમના કપ્તાન બની શકે છે. કોહલીએ ટી 20 ટીમની કેપ્ટનશીપ કેમ છોડી? તેની પાછળ તેમના પર કામનો ઓવરલોડને સૌથી મહત્વનું કારણ બતાવાય રહ્યુ  છે. જોકે, ક્રિકેટના સૌથી નાના ફોર્મેટમાં એક કપ્તાનના રૂપમાં વિરાટ અને રોહિતના આંકડાઓની તુલનાથી ઘણું સ્પષ્ટ થઈ જાય છે.
 
વિરાટ કોહલીએ અત્યાર સુધીમાં 45 ટી 20 મેચની કપ્તાની કરી છે, જેમાંથી 27માં જીત મળી તો 14 મેચોમાં ટીમ હારી ગઈ.  જો 2 મેચ ટાઈ રહી તો 2 નું કોઈ પરિણામ આવ્યું નહીં. ઝડપી ક્રિકેટમાં કોહલીની સફળતાનો સ્ટ્રાઇક રેટ 65.11 ટકા રહ્યો. 
 
બીજી બાજુ રોહિત શર્માના રેકોર્ડની વાત કરીએ તો તેમને અત્યાર સુધી 19 ટી20 મેચમાં ટીમની કપ્તાની કરી છે. 
રોહિત શર્મા 19 માંથી 15 મેચમાં ટીમને જીતવામાં સફળ રહ્યા હતા એટલે કે તેમની સફળતાનો સ્ટ્રાઇક રેટ 78 ટકા છે. આ સિવાય ઇન્ડિયન પ્રીમિયર લીગમાં રોહિતનો શાનદાર રેકોર્ડ છે. તેણે મુંબઈ ઈન્ડિયન્સને પાંચ ખિતાબ અપાવ્યા છે.
 
સીમિત ઓવરના ફોર્મેટમાં  34 વર્ષના રોહિત ભારતીય ટીમના ઉપ કપ્તાન છે અને તેમણે ટી20 કપ્તાનની ભૂમિકા પૂરી શક્યતઆ છે. નવેમ્બરમાં ભારત ન્યૂઝીલેન્ડ સામે ઘરેલુ સિરીઝમાં ત્રણ ટી-20 આંતરરાષ્ટ્રીય મેચ સાથે બે ટેસ્ટ મેચનો પણ સમાવેશ થાય છે. 

વનડે અને T-20માં ઈન્ટરનેશનલ લેવલે ટીમ ઈન્ડિયાને રોહિતની કેપ્ટનશિપમાં અભૂતપૂર્વ સફળતા મળી છે. રોહિતની કેપ્ટનશિપમાં વનડેમાં વિનિંગ રેશિયો 80 છે, જ્યારે વિરાટની કેપ્ટનશિપમાં ટીમ 70.43 ટકા મેચ જીતવામાં સફળ રહી છે. વિરાટે 95 વનડે મેચમાં કેપ્ટનશિપ કરી છે, જેમાં ટીમ ઈન્ડિયાએ 65 મેચ જીતી છે અને તેને 27 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. વળી, રોહિતની કેપ્ટનશિપમાં ટીમ ઈન્ડિયાએ વનડેમાં 10 મેચ રમી છે, જેમાં 8 મેચમાં જીત તથા 2માં હારનો સામનો કરવો પડ્યો છે.
 
વળી, T-20માં રોહિતની કેપ્ટનશિપમાં ટીમે 78.94 ટકા મેચ જીતી છે. ટીમ ઈન્ડિયાએ રોહિતની કેપ્ટનશિપમાં 19 મેચ રમી છે, 15 મેચ જીતી છે અને 4માં હાર મળી છે. વળી, T20માં વિરાટની કેપ્ટનશિપમાં ટીમ ઈન્ડિયાએ 60 ટકા મેચ જીતી છે. કોહલીની કેપ્ટનશિપમાં 45 T20 મેચમાંથી ઈન્ડિયાએ 27 મેચ જીતી અને 14 મેચ હારી છે. વળી, 2 અનિર્ણાયક રહી.