શુક્રવાર, 31 ઑક્ટોબર 2025
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Updated : ગુરુવાર, 30 ઑક્ટોબર 2025 (13:20 IST)

Cricketer Died: ક્રિકેટના મેદાન પર દુખદ દુર્ઘટના, બોલ વાગવાથી આ 17 વર્ષીય ક્રિકેટ ખેલાડીનુ દર્દનાક મોત

Ben Austin
Ben Austin
ઓસ્ટ્રેલિયાના મેલબર્ન શહેરમાંથી એક દર્દનાક સમાચાર સામે આવ્યા છે. 17 વર્ષીય પ્રતિભાશાળી ક્રિકેટર બેન ઑસ્ટિનની એક દુર્ઘટનામાં મોત થઈ ગયુ. મળતી માહિતી મુજબ બેન મંગળવારે પોતાના ક્લબના નેટ્સમાં એક ઑટોમેટિક બોલિંગ મશીન સામે બેટિંગનો અભ્યાસ કરી રહ્યો હતો. તેણે હેલમેટ પહેરી હતી પણ બોલ તેના માથા અને ગરદનના ભાગમાં વાગી. દુર્ઘટના પછી તેને તરત જ ગંભીર હાલતમાં હોસ્પિટલ લઈ જવામાં આવી જ્યા બુધવારે તેનુ નિધન થઈ ગયુ.  
 
ક્લબે દર્શાર્વ્યુ ઉંડુ દુખ 
ફર્નટ્રી ગલી ક્રિકેટ ક્લબે પોતાના સત્તાવાર નિવેદનમાં કહ્યુ, 'અમે બેનના નિધનથી સંપૂર્ણ રીતે બરબાદ છે. તેમના જવાની અસર અમારી આખી ક્રિકેટ કમ્યુનિટી પર ઊંડાણથી અનુભવ કરવામાં આવશે. ક્લબે બેનને એક સ્ટાર ક્રિકેટર, શાનદાર લીડર અને સારા વ્યક્તિ બતાવ્યા. તે ટીમનો ઉભરતો બોલર અને બેટ્સમેન હતો. જેની પાસે ભવિષ્યમાં મોટી આશાઓ હતી 
 
2014ની દુર્ઘટની યાદ તાજી 
બેનની મોતે ક્રિકેટ જગતને એક વાર ફરી ફિલિપ હ્યુઝની દર્દનાક મોતની યાદ અપાવી દીધી છે.  2014 માં, હ્યુજીસને ઘરેલુ શેફિલ્ડ શીલ્ડ મેચ દરમિયાન ગળામાં બોલ વાગ્યો હતો, જેના પરિણામે તેનું મૃત્યુ થયું હતું. તે ઘટના બાદ, ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ તેના સલામતી અને ઉશ્કેરાટના પ્રોટોકોલ કડક કર્યા હતા.

 
જોકે, ઓસ્ટિનની ઘટનાએ ફરી એકવાર મેદાન પર સલામતીના ધોરણો પર પ્રશ્નો ઉભા કર્યા છે. ક્લબે કહ્યું કે બેન ઓસ્ટિનને હંમેશા ક્રિકેટ સમુદાયમાં એક પ્રતિભાશાળી અને ઉત્સાહી યુવાન ખેલાડી તરીકે યાદ કરવામાં આવશે.