શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 31 જુલાઈ 2020 (15:11 IST)

ઘરમાં વાસણ ઘોતા જોવા મળ્યો યુવરાજ સિંહ, માતાએ બનાવ્યો મજેદાર વીડિયો

ટીમ ઈંડિયાના પૂર્વ ખેલાડી અને એક ઓવરમાં છ સિક્સર મારવાનો રેકોર્ડ બનાવનારા ઓલરાઉંડર બેટ્સમેન યુવરાજ સિંહ અન્ય ખેલાડીઓની જેમ જ લૉકડાઉનમાં પોતાના પરિવાર સાથે સમય વિતાવી રહ્યા છે. આ દરમિયાન તેઓ પોતાના પોતાના ઘરના કામાં ઘરના લોકોને પૂરો સપોર્ટ આપી રહ્યા છે. તેમણે આજે એક વીડિયો શેયર કર્યો છે. જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો તેમની માતાએ બનાવ્યો ચહે અને આ વીડિયોમાં યુવરાજ જે કરતા દેખાય રહ્યા છે તેની કોઈ કલ્પના પણ કરી શકતુ નથી. 
 
આ વીડિયોમાં યુવરાજની મા વીડિયો શરૂ કર્યા પછી રસોડા તરફ જાય છે અને કહે છે કે  હેલ્લો મિત્ર આજે હુ તમને એવી વસ્તુ બતાવી રહી છુ જે ક્યારેય પણ ન થઈ.  શુ તમે જોવા માંગશો.. ત્યારબાદ તે યુવરાજ પાસે પહોંચી જાય છે.  જ્યા યુવરાજ વાસણ સાફ કરતા જોવા મળી રહ્યા છે. આ વીડિયોમાં બેકગ્રાઉન્ડમાં પાછળથી જેમ્સ બૉન્ડનુ મ્યુઝિક પણ સંભળાય રહ્યુ છે. આ વીડિયો પર યુવીએ મજેદાર કૈપ્શન આપ્યુ છે. 
 
તેમણે વીડિયો શેયર કરતા લખ્યુ છે કે 'મા છે કે જગ્ગા જાસૂસ ?  આ સારુ છે કે તમે મારો કચરા-પોતુ કરતો વીડિયો ન બનાવ્યો. યુવરાજે તાજેતરમાં જ ઈગ્લેંડના ઝડપી બોલર સ્ટુઅર્ટ બ્રૉડના ટેસ્ટ ક્રિકેટમાં 500 વિકેટ પૂરી કરવા પર શુભેચ્છા આપી હતી.  તેમણે લખ્યુ કે મને વિશ્વાસ છે કે હુ જયારે પણ સ્ટુઅર્ટ બ્રૉડ વિશે લખીશ ત્યારે લોકો તેને છ સિક્સર મારવા સાથે જોડશે.  આજે હુ મારા બધા ફેંસને આગ્રહ કરુ છુ કે તે તેમની પ્રશંસા કરે જે તેમણે મેળવ્યુ છે.  500 ટેસ્ટ વિકેટ મજાક નથી. તેને માટે ખૂબ મહેનત અને પ્રતિબદ્ધતાની જરૂર પડે છે.  બ્રૉડ તમે લીજેંડ છો સલામ.... 

\\\\