કિંગ્સના 104 રનમાં દાંડિયા ડૂલ

વેબ દુનિયા| Last Modified રવિવાર, 19 એપ્રિલ 2009 (19:05 IST)

આઈપીએલ ટુર્નામેંટના બીજા દિવસે પ્રથમ મેચ વરસાદના કારણે મોડી શરૂ થતા તેને 12 ઓવરની કરી દેવામાં આવી હતી. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલા કિંગ્સ ઈલેવન પંજાબની ફટાફટ વિકેટ પડી ગઈ. અને 12 ઓવર સુધી 7 વિકેટ ગુમાવીને 104 રન બનાવ્યા હતાં.

એક બાજુ વરસાદના કારણે મેચ ઓવર ઓછી થઈ ગઈ અને બીજી બાજુ કિંગ્સની વિકેટો ફટાફટ પડવા લાગી હતી. યુવરાજસિંહ પણ ખાસ પ્રદર્શન કરી શક્યા ન હતાં.

કિંગ્સ ઈલેવન પંજાબ તરફથી કે.ગોયેલે સર્વાધિક 38 રન નોંધાવ્યા હતાં. ત્યારબાદ બોપારાએ 22 અને યુવરાજે 16 રન કર્યા હતાં.

ડેરડેવિલ્સ તરફથી ડેનિયલ વિટ્ટોરીએ 3 વિકેટ લીધી. જ્યારે સાલ્વી અને મહેશે એક વિકેટ ઝડપી હતી.
કિંગ્સે દિલ્હીને જીતવા માટે 105 રનનો સ્કોર આપ્યો છે.


આ પણ વાંચો :