રવિવાર, 5 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. »
  3. ક્રિકેટ
  4. »
  5. ક્રિકેટ સમાચાર
Written By ભાષા|

ભારત રત્ન માટે સચિને હજુ વધુ રાહ જોવી પડશે

PTI
ભારત સરકાર આજે ભારત રત્નના નામોની જાહેરાત કરશે. જાણવા મળ્યુ છે ક નામો પર છેલ્લી સહમતિ બની ગઈ છે. સૂત્રોના જણાવ્યા મુજબ સચિનને હજુ ભારત રત્ન માટે રાહ જોવી પડશે. આ વર્ષે જે નામ ભારત રત્ન માટે મોકલાવેલ છે તે છે હોકી ખેલાડી મેજર ધ્યાનચંદ અને પર્વતારોહી તેનજિંગ નોર્ગેનું છે.

છેલ્લા કેટલાક સમયથી સચિનને ભારત રત્ન આપવા માટેની માગ અને ભારત રત્ન માટેના નિયમોમાં રમત ક્ષેણનો સમાવેશ બાદ સચિને ભારત રત્ન મળશે તેવુ માનવામાં આવી રહ્યું હતુ. પરંતુ બુધાવારે ખેલમંત્રાલયે ભારત સરકારને બે નામ મોકલ્યા હતા જેમાં સચિનનો સમાવેશ કરવામાં આવ્યો નથી.

જોકે હજૂ સુધી ધ્યાનચંદ-તેનજિંગમાંથી કોને ભારત રત્નનું સન્માન મળશે તેની જાહેરાત કરવામાં આવી નથી.