ગુજરાતે વડોદરાને પાંચ વિકેટથી હરાવ્યુ

રાજકોટ.| ભાષા| Last Modified ગુરુવાર, 19 ફેબ્રુઆરી 2009 (09:10 IST)

પાર્થિવ પટેલની કપ્તાની પારીથી ગુજરાતે વડોદરાને વિજય હજારે ટ્રોફી પશ્ચિમ ઝોન એકદિવસીય ક્રિકેટ મેચમાં આજે અહી પાંચ વિકેટથી હરાવ્યુ હતું.

ગુજરાતે 214 રનના લક્ષ્યનો પીછો કરતા પાર્થિવના આઠ ચોગ્ગાની મદદથી બનાવવામાં આવેલ 69 રન અને ભાવિક ઠક્કરના અણનમ 57 રનની મદદથી જીત નોંધાવી દીધી.

આ પહેલા વડોદરાની ટીમ 49.4 ઓવરમાં 213 રન પર ઢેર થઈ ગઈ હતી. તેમની તરફથી કેદાર દેવધરે 69 જ્યારે મુર્તજાએ 50 રન બનાવ્યા હતાં.


આ પણ વાંચો :